માતૃત્વ દિવસ નિમિત્તે એક ઓનલાઇન સત્ર નું આયોજન થયું
માતૃત્વ દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે. આ દિવસ નિમીતે અમદાવાદમાં “BH CLUB” અને “SMS PR” દ્વારા એક અનોખું ઓનલાઇન પ્રોગ્રામનું આયોજન થયું તેમાં અંધ કન્યા પ્રકાશગૃહ તરફથી સ્મિતાબેન શાહ, AMA – આનંદ પંડિત સ્ટુડિયો ના માલતીબેન મેહતા, સત્ય સાંઈ શાળા વેજલપુર ના પ્રિન્સિપાલ શ્રીમતી ઉમાબેન રામન, વિસામો કિડ્સ ફાઉન્ડેશન તરફથી અમીબેન અને સેવા તરફથી ગૌરીબેન પરમાર એ પ્રોગ્રામમાં તેમની સંસ્થા, તેમના જીવનમાં આવેલા ઘણા પડકારો તથા માતૃત્વ દિવસની પરિભાષા સમજાવી. આ પ્રોગ્રામની સપોર્ટર શીતલ દવે (ME & SHE ના Founder) જીત જાયેંગે હમ ગીત ગાઈને બધાને પ્રોત્સાહન આપ્યું. તથા “Sygnus Studio”ના સ્થાપક આલોકભાઈ જોશી તથા Rotary Majestyના પ્રેસીડેન્ટ અશોક મહેશ્વરીના સહયોગથી આ પ્રોગ્રામમાં સ્વાતી ચૌધરીએ ઇન્ટરેસ્ટિંગ કવીઝ “માં કસમ.. ફિલ્મી હૈ !!!” નું આયોજન કરેલું. તેમાં પાંચેય સ્પીકર તથા બીજા 60 થી 70 મેમ્બર્સએ ખૂબ આનંદથી ભાગ લીધેલો અને ઇનામો પણ જીત્યા. આ પ્રોગ્રામમાં ભાગ લેવા બદલ “BH CLUB”ના પરેશ દવે તથા “SMS PR”ના સુભોજીત સેન એ બધાને ખૂબ-ખૂબ આભાર માન્યો તથા સમાજમાં એવી સંસ્થાઓ જેમણે અનેક બાળકોને આગળ લાવવા પ્રયાસ કર્યો તેમને બિરદાવ્યા. આ પ્રોગ્રામમાં શ્રીમતી અપૂરબા સેન એ પોતાના સુંદર કવિતાઓ થી બધ્ધાને પ્રોત્સાહિત કર્યા અને ૧૨ વર્ષથી નાની દીકરી ધ્યાના દવેએ માતા માટે “તું કિતની અચ્છી હૈ” ગીત પણ ગાયું.