પથિક લીંબાચીયા, અમદાવાદ:
04 નવેમ્બર 2026:
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(એએમએ)ના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી વર્ષ દરમિયાન, વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટેની એએમએની એક્ઝિક્યુટિવ કમિટીની પ્રથમ મીટીંગ ૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ યોજાઈ હતી.

એએમએના પ્રમુખ શ્રી રાજીવ ગાંધીએ કાઉન્સિલને સંબોધિત કરી અને વર્ષના ઉદ્દેશ્યો નક્કી કર્યા હતા. પ્લેટિનમ જ્યુબિલી વર્ષ માટેના મુખ્ય સ્ટ્રેટેજિક શૈક્ષણિક ક્ષેત્રો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા હતા:
૧. મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
૨. સ્પોર્ટ્સ મેનેજમેન્ટ
૩. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ
એએમએના ઉપપ્રમુખ શ્રી મોહલ સારાભાઈએ એએમએની મુખ્ય ક્ષમતા – શૈક્ષણિક બાબતો પર ભાર મૂક્યો હતો અને સમાજ તથા વ્યાવસાયિક જગતની પ્રવર્તમાન જરૂરિયાતોને અનુરૂપ વિવિધ અભ્યાસક્રમોને વધુ બહેતર બનાવવા પર ભાર મૂક્યો હતો.
એએમએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ૫૮ સભ્યો છે:
૧૮ પૂર્વ પ્રમુખો
૧૧ ચૂંટાયેલા સભ્યો
૧ કો-ઓપ્ટેડ (સહ-ચૂંટાયેલ) સભ્ય
૨૮ આમંત્રિત સભ્યો
એએમએના સંચાલન અંગેના નિર્ણયો લેવા માટે દર મહિનાના પ્રથમ સોમવારે એક્ઝિક્યુટિવ કમિટીની મીટીંગ યોજાય છે.
દૈનિક વહીવટ એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિત અને તેમની ટીમ દ્રારા સંભાળવામાં આવે છે.
એએમએ વિશે:
· ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ દ્રારા ૧૯૫૬માં સ્થાપના કરવામાં આવી હતી, તેઓ એએમએના સ્થાપક પ્રમુખ હતા.
· એએમએ જ્ઞાન અને અનુભવના માધ્યમથી મેનેજમેન્ટ ક્ષેત્રની ૭૦ વર્ષની સેવાઓનો મજબૂત વારસો ધરાવે છે.
· એએમએ ઉદ્યોગમાં આવતા ફેરફારો પ્રત્યે જાગૃત રહે છે જેથી પ્રોફેશનલ્સને ભવિષ્ય માટે આવશ્યક કૌશલ્યો માટે સજ્જ કરી શકાય.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AMA #ama



