પથિક લીંબાચીયા, અમદાવાદ:
02 ઓક્ટોબર 2026:
ગુજરાત સાયન્સ સિટી દ્વારા *ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)*ના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓ માટે “Science Safar 2026: Expository Visit to Science City for School Students” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પ્રાયોગિક તથા અનુભવ આધારિત જ્ઞાન પૂરું પાડવાનો છે.

આ કાર્યક્રમ ખાસ કરીને શાળાઓના વિદ્યાર્થીઓ, જેમાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની શાળાઓનો પણ સમાવેશ થાય છે, તેમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા વધારવાનો તેમજ પરંપરાગત વર્ગખંડના શિક્ષણથી આગળ વધીને વિજ્ઞાનને પ્રત્યક્ષ અનુભવ દ્વારા સમજવાની તક પૂરી પાડવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કામાં ગાંધીનગર જિલ્લાની 82 શાળાઓના આશરે 4,100 વિદ્યાર્થીઓ સાયન્સ સીટીની મુલાકાત લઈ રહ્યા છે.
સાયન્સ સફર દરમિયાન વિદ્યાર્થીઓ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત વિવિધ ગેલેરીઓની મુલાકાત લઈ શકશે અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, વૈજ્ઞાનિક નિદર્શનો તથા અનુભવ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંતો અંગેની સમજણ. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાં શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને તેના પ્રાયોગિક ઉપયોગ સાથે જોડવાની સાથે તેમની જિજ્ઞાસા, અવલોકનશક્તિ અને વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહિત કરશે

વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટી અને GUJCOSTના માર્ગદર્શન હેઠળ STEM આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને અનુભવ આધારિત શિક્ષણ સાથે પણ જોડવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને Science, Technology, Engineering અને Mathematics જેવા ક્ષેત્રોને રસપ્રદ અને પ્રાયોગિક રીતે સમજવાની તક મળી રહી છે
વિદ્યાર્થીઓની મુલાકાતને સુગમ બનાવવા માટે GSRTC દ્વારા પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન શૈક્ષણિક વર્ષ 2026-27 માટે એટલે કે ફેબ્રુઆરી 2027 સુધી કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યના તમામ જીલ્લાઓમાંથી વધુંમાં વધુ શાળાઓ ભાગ લઇ શકે તેવો સુગમ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ScienceTechnologyEngineering #ScienceCity #Science #Technology #Engineering #ScienceSafar2026 #ExpositoryVisittoScienceCityforSchoolStudents #GUJCOST



