- એએમએ દ્રારા “રમણભાઈ પટેલ- એએમએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫ એનાયત સમારોહ” અને “મૂલ્ય શિક્ષણ: શિક્ષકની જવાબદારી” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન
- “મૂલ્ય શિક્ષણ: શિક્ષકની જવાબદારી” વિષય પર વિશેષ સંબોધન
- એએમએ દ્રારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે “રમણભાઈ પટેલ- એએમએ સેન્ટર ફોર એક્સેલન્સ ઇન એજ્યુકેશન”ની સ્થાપના કરવામાં આવી
પથિક લીંબાચીયા, અમદાવાદ:
19 સપ્ટેમ્બર 2026:

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા એએમએ ખાતે “રમણભાઈ પટેલ- એએમએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫ એનાયત સમારોહ” અને વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી સોમ ત્યાગી, પ્રખ્યાત કેળવણીકાર, દાર્શનિક માર્ગદર્શક અને જીવન વિદ્યા પ્રબોધક દ્રારા “મૂલ્ય શિક્ષણ: શિક્ષકની જવાબદારી” વિષય પર વિશેષ સંબોધન કરવામાં આવ્યું હતું અને શ્રીમતી વર્દા પ્રતિકકુમાર રાવલ (મોડેલ સ્કૂલ, લીંબડી) અને ડૉ. દીપક મહાકુલ (નવરચના હાયર સેકન્ડરી સ્કૂલ, વડોદરા)ને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫ એનાયત કરવામાં આવ્યા હતાં

. આ ઉપરાંત, એએમએના ચાર સુપ્રતિષ્ઠિત ફેકલ્ટી—શ્રી સંજય ચક્રવર્તી, શ્રીમતી સ્વપ્ના સાંઈ, શ્રી અંકિત મજમુદાર અને શ્રી ફ્રાન્સિસ લોબોનું એએમએમાં તેમના અમૂલ્ય યોગદાન અને દાયકાઓથી આપેલી સમર્પિત સેવાઓ બદલ બહુમાન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે “રમણભાઈ પટેલ- એએમએ સેન્ટર ફોર એક્સેલન્સ ઇન એજ્યુકેશન”ની સ્થાપના કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૩થી, આ સેન્ટર શિક્ષણ ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનારા ઉત્કૃષ્ટ શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ”થી સન્માનિત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AhmedabadManagementAssociation #RamanbhaiPatel-AMABestTeacherAward2025 #RamanbhaiPatel #ValueEducation: #TeachersResponsibility #ama #amaindia



