હ્યોગો – ગુજરાતે સિસ્ટર સ્ટેટ ભાગીદારીની ૧૦મી વર્ષગાંઠની વર્ષભર ચાલનારી ઉજવણીનો પ્રારંભ કર્યો
પથિક લીંબાચીયા, અમદાવાદ:
10 સપ્ટેમ્બર 2026:
અમદાવાદ સ્થિત જાપાનના ઓનરરી કોન્સલ દ્રારા હ્યોગો-ગુજરાત સિસ્ટર સ્ટેટ ભાગીદારીની ૧૦મી વર્ષગાંઠની ઉજવણીનો અધિકૃત પ્રારંભ કરવા માટે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સાથે જાપાનના હ્યોગો પ્રિફેક્ચરના ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે એક ખાસ ઇન્ટરેક્ટિવ સત્ર પણ યોજાયું હતું.

૨૬ સભ્યોના આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળમાં હ્યોગો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હ્યોગો પ્રિફેક્ચરલ ગવર્નમેન્ટ અને જેટ્રો કોબેના અગ્રણી કોર્પોરેટ્સ જોડાયા હતા. અગ્રણી જાપાની કંપનીઓમાં કોબે સ્ટીલ લિમિટેડ, સિસમેક્સ એશિયા પેસિફિક, ફુજી ડેટા સિસ્ટમ્સ, કોબેલકો રિસર્ચ, કનાઈ હોલ્ડિંગ્સ, શિમિઝુ મશીન ડિઝાઇન, મારુઇચી કોર્પોરેશન અને મિત્સુઈ સેઇકી વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતના વ્યાપારી આગેવાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં જેટ્રો અમદાવાદ, ફિક્કી ગુજરાત કાઉન્સિલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો સમાવેશ થાય છે. મુખ્ય વક્તા તરીકે અમદાવાદ, ગુજરાત સ્થિત જાપાનના ઓનરરી કોન્સલ શ્રી મૂકેશ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના આદરણીય વડાપ્રધાન શ્રી શિંઝો આબેની ગરિમામય ઉપસ્થિતિમાં ૨૦૧૬માં થયેલા આ ભાગીદારીના ઐતિહાસિક હસ્તાક્ષરને યાદ કર્યા હતા. તેમણે વર્ષો દરમિયાન આપલે થયેલા અનેક સદ્ભાવના પ્રતિનિધિમંડળોનો ઉલ્લેખ કરીને ગુજરાત અને હ્યોગો વચ્ચેના એક દાયકા જૂના લોક-સામાજિક અને વ્યાપારી સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વાઇબ્રન્ટ ગુજરાતના પ્રમોશન માટે આ જ મહિનાના અંતમાં આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની આગામી જાપાન મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમના મુખ્ય પ્રવચનમાં, ઇન્ડેક્સબી (iNDEXTb), ગુજરાત સરકારના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.સી. સંપતે જણાવ્યું હતું કે રાજ્ય ‘વિકસિત ગુજરાત’ના એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે જાપાન ૨૦૦૯માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રથમ ભાગીદાર દેશ હતો. ત્યારથી, સહિયારા સાંસ્કૃતિક મૂલ્યો અને સાહસિકતાની ભાવનાએ ભારત-જાપાન સંબંધોને મજબૂત કરવામાં અને પરસ્પર આર્થિક સમૃધ્ધિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમણે નોંધ્યું કે આજે ગુજરાતમાં ૩૫૦થી વધુ જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે, અને વધુ કંપનીઓ ધોલેરા, ખોરજ અને માંડલ ખાતે, ખાસ કરીને ઉભરતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં તેમના કામકાજ સ્થાપિત કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દ્રિપક્ષીય સંબંધો માત્ર નાણાકીય રોકાણો પૂરતા મર્યાદિત નથી, પરંતુ મજબૂત સાંસ્કૃતિક સંબંધો અને સહાયક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ હ્યોગો પ્રિફેક્ચરના વ્યવસાયોને સતત આકર્ષિત કરી રહી છે.
જાપાની પ્રતિનિધિમંડળ અને ગુજરાતના મહાનુભાવો દ્રારા અધિકૃત ૧૦મી વર્ષગાંઠના લોગોનું વિધિવત અનાવરણ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું, જે આગામી દાયકા માટે નવીકરણ કરાયેલી પ્રતિબધ્ધતાનું પ્રતીક છે.
મુલાકાતે આવેલા પ્રતિનિધિમંડળ વતી, હ્યોગો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી તોશિયા મિયાકે અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હિરોઆકી કાનાઈએ ગુજરાતના ઉષ્માભર્યા આતિથ્ય સત્કાર બદલ આભાર માન્યો હતો અને ઔદ્યોગિક સહયોગને વધુ મજબૂત કરવાની તેમની વાતોનો પુનરોચ્ચાર કર્યો હતો. જેટ્રો કોબેના ડાયરેક્ટર જનરલ શ્રી એમી તેશિમા અને જેટ્રો અમદાવાદના ડાયરેક્ટર જનરલ શ્રી જુન તાકાહાશી દ્રારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હ્યોગો પ્રિફેક્ચરલ ગવર્નમેન્ટના શ્રી નોબુતાકા આઝુમા દ્રારા હ્યોગોની ઔદ્યોગિક ક્ષમતાઓ પર ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત અને ૧૦મી વર્ષગાંઠની હ્યોગો-ગુજરાત ભાગીદારી પરની પ્રમોશનલ ફિલ્મો દર્શાવવામાં આવી હતી, ત્યારબાદ મહાનુભાવો દ્રારા ૧૦મી વર્ષગાંઠના લોગોનું અધિકૃત અનાવરણ કરવામાં આવ્યું હતું.
શ્રી હિરોઆકી કાનાઈ (વાઇસ પ્રેસિડેન્ટ, હ્યોગો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન/ પ્રેસિડેન્ટ, કાનાઈ હોલ્ડિંગ્સ કો.)એ સમાપન વક્તવ્ય રજૂ કર્યું હતું અને શ્રી યતીન્દ્ર શર્મા (ચેરમેન, ઇન્ડો-જાપાનીઝ ઇકોનોમિક કોઓપરેશન કાઉન્સિલ)એ આભાર વિધિ કરી હતી.
ફોટોગ્રાફ હેડીંગ:
હ્યોગો-જાપાનના ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળની ઉપસ્થિતિમાં, ઇન્ડેક્સબી (iNDEXTb)ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે. સી. સંપત અને જાપાનના ઓનરરી કોન્સલ શ્રી મૂકેશ પટેલ દ્રારા હ્યોગો-ગુજરાત ભાગીદારીની ૧૦મી વર્ષગાંઠનો શુભારંભ. જેમાં હ્યોગો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હ્યોગો પ્રિફેક્ચરલ ગવર્નમેન્ટ અને જેટ્રો કોબેના અગ્રણી કોર્પોરેટ્સનો સમાવેશ થાય છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Japan #iNDEXTb #Hyogo #Sister-StateParinershipinGujarat #ahmedaba



