- આ કાર્યક્રમ ચેરપર્સન Usha Jaiswalના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
પથિક લીંબાચીયા, અમદાવાદ:
17 મે 2026:
કાર્યક્રમનું આયોજન ડૉ. ગીતિકા સલૂજા, રૂત્વી વ્યાસ, રાજવી શાહ અને શ્રીમતી સંતોષ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સેશનમાં અર્બન ફાર્મિંગ નિષ્ણાત Aditi Maliએ માઇક્રોગ્રીન્સ ઉગાડવાની પ્રાયોગિક માહિતી આપી તથા ટકાઉ જીવનશૈલી અને અર્બન ફાર્મિંગના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

ભાગ લેનારોએ બીજ અંકુરણ, પાણીનો યોગ્ય ઉપયોગ અને ઘરઆધારિત ખેતીની ટેક્નિક્સ શીખી. કાર્યક્રમ દ્વારા GreenTech, STEM, Agro & Food અને MSME ક્ષેત્રમાં જાગૃતિ ફેલાવવામાં આવી.

કુલ 100 લોકો પર સકારાત્મક અસર સર્જાઈ, જેમાં FLO સભ્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમુદાયના સભ્યોનો સમાવેશ થયો.
આ કાર્યક્રમ દ્વારા ટકાઉ જીવનશૈલી, મહિલા ઉદ્યોગસાહસિકતા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો. અને ત્યાર બાદ આ કાર્યક્રમમાં હોમ શેફ Hetal Ashra દ્વારા પૌષ્ટિક સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું હતું. .
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #FICCIFLOAhmedabadChapter #Microgreensession #GreenTech #STEM #Agro & Food #MSME #ahmedaba



