- ચેક રિટર્ન કેસમાં ઝફર સરેશવાલાને ગુનાહિત જવાબદારીમાંથી મુકિત નીચલી કોર્ટનો હુકમ-તારણો પુરાવા સાથે સુસંગત નહી : સેશન્સ કોર્ટ
- ઝફર સરેશવાલાને સેશન્સ કોર્ટમાંથી બહુ મોટી રાહત, સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના હુકમ અને તારણોની પણ ભારે નિંદા કરી તેને રદબાતલ ઠરાવ્યો
અમદાવાદ: 17 મે 2026
બીએમડબલ્યુ કારના અધિકૃત પરસોલી મોટર વર્કસ લિ.ના ફડચામાં ગયા બાદના વિવાદમાં નાણાંકીય તકરારમાં રૃ.16 કરોડથી વધુ રકમના ચેક રિટર્ન થવાના ચકચારભર્યા હાઇપ્રોફાઇલ કેસમાં ગાંધીનગરના એડિશનલ સેશન્સ જજ(કલોલ) ડી.વી.શાહે મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને મુસ્લિમ બિઝનેસમેન ઝફર સરેશવાલાને નીચલી કોર્ટે ફટકારેલી એક વર્ષની સજા ગેરકાયદે અને રદબાતલ ઠરાવતો મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો છે. વધુમાં, કોર્ટે ઝફર સરેશવાલાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ (સાથે વાંચતા કલમ-૧૪૧) હેઠળ પણ નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, ફરિયાદી હાલના અપીલકર્તા ઝફર સરેશવાલા વિરૃધ્ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૪૧ના આવશ્યક તત્વો પ્રસ્થાપિત કરવામાં સરેઆમ નિષ્ફળ ગયા છે. રેકર્ડ પરના પુરાવાઓ એ સાબિત કરવામાં નિષ્ફળ જાય છે કે, અપીલકર્તા સંબંધિત સમયે પરસોલી કંપનીમાં વ્યવસાયના સંચાલન માટે જવાબદાર હતા પરિણામે, હાલના અપીલકર્તાને કોઇપણ રીતે દોષિત ઠરાવી શકાય નહી. આ સંજોગોમાં નીચલી કોર્ટ દ્વારા અપીલકર્તા વિરૃધ્ધ કરાયેલા વાંધાજનક તારણો અને નિષ્કર્ષ કાયદેસર, યોગ્ય અને રેકર્ડ પરના પુરાવાને સુસંગત કહી શકાય નહી. આમ, કહી કોર્ટે ઝફર સરેશવાલાની અપીલ મંજૂર રાખી નીચલી કોર્ટના વિવાદીત હુકમને રદબાતલ ઠરાવ્યો હતો.
ઉદ્યોગજગતમાં ભારે ચકચાર જગાવનાર આ કેસની વિગત મુજબ, ફરિયાદી રીધમ મુકેશ શેઠ અને પરિવારના સભ્યોએ પરસોલી મોટર વર્કસ પ્રા.લિમાં અંદાજે રૃ.૨૦ કરોડનું આર્થિક રોકાણ કર્યું હતું. જો કે, કંપની ફડચામાં જતાં અને નાણાંકીય તકરાર ઉભી થતાં ઝફર સરેશવાલાના ભાઇઓ કે જે કંપનીમાં ડિરેકટર્સપદે હતા તેમના દ્વારા રૃ.૧૬ કરોડથી વધુ રકમના ચેકો અપાયા હાત, જે રિટર્ન થતાં ફરિયાદીએ કલોલ કોર્ટમાં ઝફર સરેશવાલા તથા અન્યો વિરૃધ્ધ ફરિયાદ કરી હતી. નીચલી કોર્ટે આ કેસમાં એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇ ઝફર સરેશવાલાએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી., જેમાં અપીલકર્તા તરફથી સિનિયર એડવોકેટ આર.સી.કોડેકર અને એડવોકેટ અતીત ઠાકોરે અદાલતનું ધ્યાન દોરાયું કે, અપીલકર્તા વર્ષ ૨૦૧૩થી કંપની સાથે સંકળાયેલા જ નથી.
તેમને આ કેસમાં કોઇ લેવાદેવા જ નથી. ચેકમાં તેમની સહી પણ નથી કે તેઓ કંપનીમાં ડિરેકટર કે અન્ય કોઇ હોદ્દા પર પણ નથી. કંપનીની ડે ડુ ડે કામગીરીમાં પણ તેઓ કોઇપણ પ્રકારે સંકળાયેલા નથી, ત્યારે આ કેસમાં કોઇપણ પ્રકારે અપીલકર્તાની ગુનાહિત જવાબદારી બનતી નથી. એડિશનલ સેશન્સ જજ ડી.વી.શાહે આ દલીલો ગ્રહ્ય રાખી નીચલી કોર્ટનો સજાનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો. એટલું જ નહી, કોર્ટે ઝફર સરેશવાલાએ રજિસ્ટ્રીમાં જે 20 ટકા રકમ જમા કરાવી તે પણ વ્યાજ સાથે તેમને પરત કરવા ફરમાન કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #PersoliMotors #MuslimBusinessmanZafarSareshwala #ChequeReturnCaseZafarSareshwalaAcquittedOfCriminalLiabilityInSessionsCourt #SessionsCourt #ahmedaba



