- એસીબી દ્વારા નરોડાના સબ રજિસ્ટ્રાર આકાશ અમૃતભાઇ દેસાઇ સહિત ત્રણેય આરોપીઓને સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કરાયા
- રહેણાંક મકાનના દસ્તાવેજ નોંધણીમાં ખોટી રીતે ક્ષતિ કાઢી ફરિયાદી પાસેથી અઢી લાખ લેવાનો ચકચારી કેસ
- આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ અનિલ સી.કેલ્લાની દલીલો ધ્યાનમાં લઇ સ્પેશ્યલ એસીબી કોર્ટે આરોપીઓ સાત દિવસના રિમાન્ડની એસીબીની માંગણી સામે માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદ: 07 મે 2026:
રહેણાંક મકાનનો દસ્તાવેજ કરવામાં ક્ષતિ કાઢી ફરિયાદી પાસેથી રૃ.૩૫ હજાર મેળવ્યા બાદ પણ અઢી લાખની લાંચ માંગવાના ચકચારભર્યા કેસમાં અત્રેની સ્પેશ્યલ એસીબી કોર્ટે નરોડા-૬ સબ રજિસ્ટ્રાર કચેરીના આરોપી સબ રજિસ્ટ્રાર આકાશ અમૃતભાઇ દેસાઇ, જય બળદેવભાઇ આદિવાસી(સિક્કા ઓપરેટર, સ્ટેમ્પીંગ કમ કલાર્ક) અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ચકચારભર્યા એવા આ કેસમાં હજુ એક આરોપી નાસતો ફરે છે.

એસીબી દ્વારા ઉપરોકત ત્રણેય આરોપીઓને ભદ્ર સેશન્સ કોર્ટ ખાતેની સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવાયું હતું કે, આ કામના આરોપીઓનું વીડિયો રેકોર્ડીંગ સ્ટેટમેન્ટ ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ખાતે લેવાનું હોઇ આરોપીઓની હાજરી જરૃરી છે. આરોપીઓનું આ સમગ્ર કેસમાં વૈજ્ઞાાનિક પરીક્ષણો પણ કરાવવાના છે. લાંચના આ પ્રકરણમાં અન્ય કોની કોની સંડોવણી છે અને અગાઉ આ પ્રકારે અન્ય લોકો પાસેથી ગેરકાયદેસર રીતે લાંચ લેવાઇ છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ માટે આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જરૃરી છે. આ પ્રકરણમાં અન્ય કોઇ ઉચ્ચ સરકારી અધિકારીઓની સંડોવણી તો નથી ને…તેને લઇને પણ આરોપીઓની સઘન પૂછપરછ કરવાની છે.
દરમ્યાન આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ અનિલ સી.કેલ્લાએ રિમાન્ડ અરજીનો સખત વિરોધ કરતાં જણાવ્યું કે, પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરી લીધો અને પૂછપરછ કરી લીધી છે, તેથી હવે રિમાન્ડની કોઇ જરૃર નથી. નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાને તો પોલીસે ખોટી રીતે આ કેસમાં પકડયો છે કારણ કે, તે તો પબ્લીકનો માણસ છે અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજનું કામ કરતો હોવાથી ત્યાં આવતો હોય છે. સ્ટાફના માણસો તેને ઓળખતા હોવાથી તેને પૈસા ગણવા આપતાં તેને માત્ર સંડોવણીની ધારણાના આધારે પકડી લેવાયો છે. તેની વિરૃધ્ધ કોલ ડિટેલ્સ કે અન્ય કોઇ પુરાવા પણ નથી, તેમછતાં ધરપકડ કરાઇ છે. આમ, તપાસનીશ એજન્સીની રિમાન્ડ અરજી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. પક્ષકારોને સાંભળ્યા બાદ સિનિયર એડવોકેટ અનિલ સી.કેલ્લાની દલીલો ધ્યાનમાં લીધા બાદ સ્પેશ્યલ એસીબી કોર્ટે આરોપી સબ રજિસ્ટ્રાર આકાશ અમૃતભાઇ દેસાઇ સહિતના ત્રણેય આરોપીઓને એસીબીની સાત દિવસની રિમાન્ડ માંગણી સામે માત્ર ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #NarodaNasbarRegistrar #Accused #ACB #Court #Remand #CaseofTakingAwaytheComplainant’sRightsbyRemovingErrorsinDocumentRegistration #ahmedaba



