- વકીલ આલમના કલ્યાણ અને ઉત્કર્ષ માટે બજેટમાં જોગવાઈ કરવા બદલ બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો
- વકીલ આલમ પ્રત્યે સરકારના હકારાત્મક વલણને લઈને વકીલોમાં ખુશીની લાગણી, અમે સરકારના આભારી : ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લા
અમદાવાદ: 19 ફેબ્રુઆરી 2026:
ગુજરાત વિધાનસભામાં નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટમાં ફરી એકવાર ગુજરાતના સવા લાખ વકીલોના કલ્યાણ અને હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સતત ૪ થા વર્ષે વકીલોના હિત અને કલ્યાણ અર્થે વેલ્ફેર ફંડ હેઠળ પાંચ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેને લઇ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન અને ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલે રાજય સરકાર, મુખ્યમંત્રી, નાણાં મંત્રી અને કાયદા પ્રધાનનો આભાર વ્યકત કર્યો હતો. તો બીજીબાજુ, ફરી એકવાર વકીલોના ઉત્કર્ષ માટે પાંચ કરોડ રૃપિયાની ફાળવણી થતાં રાજયના વકીલઆલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

ગુજરાતના તમામ વકીલો વતી ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલે સરકારનો આભાર વ્યકત કરતાં જણાવ્યું કે, નાણાં મંત્રી દ્વારા આજે રજૂ કરાયેલું બજેટ તમામ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે, જેમાં ગુજરાતના વકીલઆલમને પણ ન્યાય અપાયો છે. આજે રજૂ થયેલા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રાજયના સવા લાખ વકીલો માટે સતત ૪થા વર્ષે સરકાર દ્વારા પાંચ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજયના વકીલોના કલ્યાણ અને હિતને ધ્યાનમાં લઇ જરૃરી વેલ્ફેર ફંડ આપવાની શરૃઆત વર્ષ ૨૦૧૧માં તેમના ચેરમેેન તરીકેના કાર્યકાળ દરમ્યાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત વકીલો માટે સવા બે કરોડ રૃપિયા ઇ લાયબ્રેરીના પાયલોટ પ્રોજેકટ માટે આપવામાં આવ્યા હતા અને ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ હતું કે જયાં તાલુકા કક્ષાઅ દૂરના અને આંતરિયાળ વિસ્તારના વકીલો માટે ઇ લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા વકીલોના કલ્યાણ અને હિતને લક્ષ્યમાં રાખીને અત્યાર સુધીમાં કુલ રૃ.૩૫ કરોડ જેટલી માતબર રકમ ફાળવાતાં રાજયના વકીલ આલમમાં પણ બહુ ખુશીની લાગણી ફેલાવા પામી છે.
દરમિયાન ગુજરાત 12 કાઉન્સિલ ની ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વકીલોની હાલાકી અને મુશ્કેલીઓને સમજીને તેમના કલ્યાણ અર્થે દર વર્ષે આટલી માતબર રકમની સહાય પૂરી પાડવામાં આવે છે તે બદલ વકીલઆલમ તરફથી ગુજરાત સરકારનો અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભારી વ્યક્ત કરીએ છીએ. વકીલઆલમ માટે સરકાર શ્રી નું વલણ હંમેશા હકારાત્મક રહ્યું છે તેને લઈને પણ વકીલોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે એમ પણ ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ ઉમેર્યું હતું
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ChiefMinisterBhupendrabhaiPatel #GujaratGovernmentBudgetProvisionofFivecroresOneTimeForLawyers #budget #BarCouncil #GujaratVidhanSabha #FinanceMinisterkanubhaidesai #pmNarendraModi



