પથિક લીંબાચિયા, અમદાવાદ:
02 ફેબ્રુઆરી 2026:
ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) – NRG સેન્ટર, અમદાવાદ દ્વારા ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝફાઉન્ડેશન, ગાંધીનગરના સહયોગથી “International Business Opportunities in Germany Following the FTA – A MarketEntry Perspective” વિષય પર એક વિશેષ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનાર સોમવાર, 2 ફેબ્રુઆરી2026ના રોજ સાંજે 4:30 વાગ્યે GCCI, અમદાવાદના કે.એલ. કમિટી રૂમ ખાતે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત શ્રી અપુર્વ શાહ, ઉપપ્રમુખ – GCCI દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવો,ઉદ્યોગકારો અને ભાગ લેનાર સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. પોતાના પ્રવચનમાં તેમણે ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક બજારો અનેઆંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડવા માટે GCCI દ્વારા કરવામાં આવતી સતત કામગીરીને રેખાંકિત કરી હતી. તેમણેભારત–યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) બાદ જર્મનીમાં ગુજરાતી ઉદ્યોગો માટે ઊભી થતી નવી તકો વિશે પણ ઉલ્લેખકર્યો હતો.ત્યારબાદ શ્રી હિમાંશુ વ્યાસ, NRG કમિટી – GCCI દ્વારા થીમ એડ્રેસ આપવામાં આવ્યું હતું. તેમણે સેમિનારના વિષય અંગે વિસ્તૃતપરિચય આપ્યો અને FTA બાદ જર્મનીમાં માર્કેટ એન્ટ્રી, કંપ્લાયન્સ પ્રક્રિયા, બિઝનેસ વિસ્તરણ તથા ભાગીદારીની તકો અંગેવિગતવાર ચર્ચા કરી હતી.

સાથે જ તેમણે ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન તથા NRG ફાઉન્ડેશન દ્વારા NRGસમુદાય માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને સેવાઓ અંગે માહિતી આપી હતી અને આવા કાર્યક્રમોની મહત્વતા પર ભાર મૂક્યોહતો.સેમિનારમાં મુખ્ય વક્તાઓ તરીકે શ્રીમતી પૃથ્વી પટેલ (લોયર – ઇન્ટરનેશનલ ટ્રેડ) તથા શ્રી માઈકલ ફિસાહ્ન-રાઇનહાર્ડ (ફાઉન્ડરઅને CEO, Expandeers – જર્મની) ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાઈને માર્ગદર્શન આપ્યું હતું.શ્રીમતી પૃથ્વી પટેલ, આંતરરાષ્ટ્રીય વેપાર કાયદા તથા વૈશ્વિક બિઝનેસ નિયમન ક્ષેત્રે વિશેષ અનુભવ ધરાવતા, તેમણે જર્મન અનેયુરોપિયન બજારમાં પ્રવેશ માટે જરૂરી કાનૂની અને કંપ્લાયન્સ પાસાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે FTA બાદ ઊભીથતી તકો સમજાવી અને MSME ક્ષેત્રને યુરોપિયન બજાર માટે તૈયાર કરવા માટે જરૂરી વ્યૂહરચનાઓ તથા કાયદાકીય માળખાનીઅગત્યતા પર ભાર મૂક્યો હતો

શ્રી માઈકલ ફિસાહ્ન-રાઇનહાર્ડ, Expandeersના ફાઉન્ડર અને CEO તરીકે, જર્મનીમાં બિઝનેસ વિસ્તરણ અને માર્કેટ એન્ટ્રી સેવાઓઅંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જર્મનીની અદ્યતન ટેકનોલોજી ક્ષમતાઓ અને ભારતે ટેકનોલોજી અપગ્રેડ કરવાનીજરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતના કુશળ શ્રમબળને ભારત માટે એક વિશેષ લાભ તરીકે રજૂ કર્યું હતું. તેમણેઓટોમોબાઈલ, સ્પિરિટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), IT તથા અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રહેલી તકો અંગે ચર્ચા કરીહતી. તેમણે ઉદ્યોગકારોને યોગ્ય ક્ષેત્ર પસંદ કરવા, યુરોપિયન ધોરણો મુજબ ઉત્પાદનમાં જરૂરી ફેરફાર કરવા અને લાંબા ગાળાનીવૃદ્ધિ માટે વ્યૂહાત્મક આયોજન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમનો સમાપન શ્રીમતી વિતાસ્તા કૌલ વ્યાસ, ચેરપર્સન – NRG કમિટી, GCCI દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે વક્તાઓ,આયોજકો તથા ઉપસ્થિત તમામ પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કર્યો અને સેમિનારને સફળ તથા ઉપયોગી બનાવવામાં સહયોગબદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #Expandeers #gcci #InternationalBusinessOpportunitiesinGermanyFollowingtheFTA–AMarketEntryPerspective #trending #ahmedaba



