મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને NAREDCO ગુજરાત કોન્ક્લેવ તારીખ 21 ડિસેમ્બરના રોજ યોજાશે
નીતા લીંબાચિયા, અમદાવાદ:
17 ડિસેમ્બર 2024:
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ NAREDCO ની સ્થાપના ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના નેજા હેઠળ 1998માં સ્વાયત્ત સ્વ-નિયમનકારી સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી. કેન્દ્રીય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર NAREDCO ના ચીફ પેટ્રન છે જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ NAREDCO ગુજરાતના ચીફ પેટ્રન છે.
NAREDCO પ્રોપર્ટી ફેસ્ટ – 2024
NAREDCO ગુજરાત 20 થી 22 ડિસેમ્બર, 2024 દરમિયાન અમદાવાદમાં વૈષ્ણોદેવીથી ઓગણજ ટોલ પ્લાઝા તરફ, સરદાર પટેલ રિંગ રોડ ખાતે સૌ પ્રથમવાર સૌથી મોટા પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવા માટે સજ્જ છે. આ 3 દિવસીય કાર્યક્રમ પ્રોપર્ટીમાં રસ ધરાવતા લોકો, રોકાણકારો અને ઘર ખરીદનારાઓ માટે અદ્ભુત અને અકલ્પનીય એક્સ્પો બની રહેશે. જેમાં સૌ પ્રથમવાર સૌ સહભાગી ડેવલપર્સ આ પ્રોપર્ટી એક્સ્પોમાં પ્રોપર્ટી બુક કરાવનારે 0% સ્ટેમ્પ ડ્યુટીનો લાભ આપશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, લાઈફ કોચ અને જાણીતા વક્તા પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીના હસ્તે 20 ડિસેમ્બરના રોજ સવારે 9:30 કલાકે બિગેસ્ટ પ્રોપર્ટી ફેસ્ટનું ઉદ્ઘાટન કરીને સૌ નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. દરરોજ સવારે 10 થી રાત્રે 8 કલાક સુધી નાગરિકો પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લઈ શકે છે. આ પ્રોપર્ટી ફેસ્ટ 400થી વધુ પ્રોપર્ટીને એક્સપ્લોર કરવાનો એક અનોખો અવસર પ્રદાન કરે છે, જેમાં આરામદાયક રહેણાંક ઘરોથી માંડીને અત્યાધુનિક કમર્શિયલ જગ્યાઓ, વીકેન્ડ રીટ્રીટ માટેના સ્થળો, પ્લોટેડ ડેવલપમેન્ટ્સ અને અન્ય ઘણુંબધું સામેલ છે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ
● તમામ માટે નિઃશુલ્ક પ્રવેશ
● 60થી વધારે સહભાગી સ્ટોલ
● અમદાવાદ અને ગાંધીનગરની 400થી વધુ પ્રોપર્ટી ખરીદી પર 0% સ્ટેમ્પ ડ્યૂટી
● ઇમર્સિવ એક્સપિરિયન્સ અરેના – અમદાવાદ ધ ગ્લોબલ સિટી
● પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરીની વ્યવસ્થા
NAREDCO કોન્ક્લેવ-2024 2.0
પ્રોપર્ટી ફેસ્ટના બીજા દિવસે એટલે કે 21 ડિસેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે NAREDCO કોન્ક્લેવ-2024 2.0 માં અધ્યક્ષસ્થાને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સહકાર વિભાગના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, NAREDCOના ચેરમેન ડૉ. નિરંજન હીરાનંદાની, NAREDCOના વાઈસ ચેરમેનશ્રી રંજન એન. બન્દેલકર અને NAREDCOના પ્રેસિડન્ટ શ્રી જી. હરી બાબુ સહિત ભારતના અન્ય અગ્રણી ડેવલપર્સ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દેશભરના 150થી વધુ ડેવલપર્સ અને ગુજરાતનાં 100થી વધુ ગુજરાતના તથા 200થી વધુ અમદાવાદ અને ગાંધીનગરના અગ્રણી ડેવલપર્સ આ કોન્ક્લેવમાં સહભાગી બની ગુજરાતમાં રીયલ એસ્ટેટમાં રહેલી સંભાવનાઓ પર મનોમંથન કરશે.
વિશેષ આકર્ષણ:
- ગુજરાતમાં સૌ પ્રથમવાર આયોજીત
- 400થી વધુ પ્રોપર્ટી ખરીદી પર 0% સ્ટેમ્પ ડ્યૂટી
વિવિધ શોપિંગ ઝોન અને હોટસ્પોટ્સ પર મુલાકાતીઓને શોપિંગની સાથે સેલિબ્રેશનનો લાહ્વો મળે તેવા ઉદેશ્ય સાથે સફળતા પૂર્વક આયોજીત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-2024ની તર્જ પર અમદાવાદ અને ગાંધીનગરના ડેવલપર્સના સામૂહિક પ્રયાસોના પરિણામે આ પ્રોપર્ટીનું ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સૌ ડેવલપર્સે અમદાવાદ અને ગાંધીનગરની 400થી વધુ પ્રોપર્ટીની વિશાળ શ્રેણીમાં આ પ્રોપર્ટી શૉ દરમિયાન બુકિંગ કરનારને સૌ પ્રથમ વખત 0% સ્ટેમ્પ ડ્યુટી રાખવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ ધ ગ્લોબલ સિટી – ઇમર્સિવ એક્સપિરિયન્સ અરેના
અમદાવાદ, જ્યાં વારસા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ જોવા મળે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રયાસોથી અમદાવાદને વૈશ્વિક ઓળખ મળી છે. અમદાવાદ આજે ગુજરાતનું આર્થિક કેન્દ્ર બન્યું છે એટલું જ નહી અહીંથી ગાંધીનગર, ધોલરા, બેચરાજી, સાણંદ જેવા ઔદ્યોગિક કેન્દ્રો પણ 1 કલાકના અંતરે છે જ્યારે અહીંના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરપોર્ટ અને મેટ્રો તથા બુલેટ ટ્રેન જેવી હાઇસ્પીડ કનેક્ટિવિટીના કારણે અહી વિકાસની અપાર સંભાવનાઓ છે. આ સાથે જ જન સુખાકારી અને સુરક્ષામાં અમદાવાદ અગ્રેસર છે. વર્તમાનમાં તેજ ગતિ એ થતો અમદાવાદનો વિકાસ હજુ શરુઆત છે ગ્લોબલ સિટી બનાવાની દિશામાં… ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં ગ્લોબલ સિટી કેવું હશે? તેમાં રિયલ એસ્ટેટની મહત્વપૂર્ણ ભૂમિકાને ઇમર્સિવ એક્સપિરિયન્સ એટલે કે વાસ્તવિકતા અને ટેક્નોલોજીના માધ્યમથી એક એવું વર્ચ્યુઅલ દુનિયાનું નિર્માણ કરી રજુ કરવામાં આવશે. આ અરેના શ્રેષ્ઠ ટેકનોલોજી અને સર્જનાત્મકતાને કેન્દ્રમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જે બધા માટે એક નવો અનુભવ આપે છે.
પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરી માટે નોંધ:
પ્રોપર્ટી ફેસ્ટમાં પાર્ટનર્સ ગેલેરી અને ફાઇનાન્સ ગેલેરીની વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે, જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા વ્યવસાયો માટે વિશાળ અવકાશ પૂરો પાડે છે. પાર્ટનર્સ ગેલેરીમાં બાંધકામ, બિલ્ડીંગ મટીરિયલ્સ અને અન્ય સેવાઓ પ્રદાન કરતી કંપનીઓને પોતાનો બિઝનેસ રજૂ કરવાની તક મળશે. ફાઇનાન્સ ગેલેરી નાણાકીય સંસ્થાઓ માટેનું પ્લેટફોર્મ છે, જ્યાં પ્રોપર્ટી માટે ફાઇનાન્સિંગની સેવાઓ મેળવી શકાશે. આ ગેલેરી નવા બિઝનેસ માટેની તકો ઉભી કરી, રિયલ એસ્ટેટ સેક્ટરના વિવિધ હિતધારકોને જોડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સૂંપર્ણ પ્રોપર્ટી ફેસ્ટમાં તમને ઘરો, ઓફિસો, ઔદ્યોગિક સ્થળો વગેરે પર આકર્ષક ડીલ મેળવવાની તક પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ટોચના ડેવલપર્સ સાથે જોડાવાની, અદ્ભુત ઑફરો મેળવવાની, તેમજ રિયલ એસ્ટેટના નવીનતમ વલણો વિશે જાણકારી મેળવવા માટેની તકો પણ આપને આ કાર્યક્રમમાં પ્રાપ્ત થશે. આ કાર્યક્રમનું પ્રિ-રજીસ્ટ્રેશન સોશિયલ મિડીયાના પેજ પરથી પણ કરી શકાશે.
તમારી રિયલ એસ્ટેટ ખરીદવાની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં ફેરવવાનો આ એક અદ્ભુત અવસર છે. એક્સાઇટિંગ ડીલ્સ મેળવવા, વૈવિધ્યસભર પ્રોપર્ટી ઓપ્શન્સને એક્સપ્લોર કરવા અને પરિવર્તનશીલ રિયલ એસ્ટેટ અનુભવનો ભાગ બનવાનો આ મોકો ગુમાવશો નહીં. આ કાર્યક્રમમાં જોડાઓ અને તમારા સપનાના ઘરને વાસ્તવિકતામાં ફેરવો.
ઉલ્લેખનીય છે કે, આ પ્રોપર્ટી ફેસ્ટના મુખ્ય સ્પોન્સર્સ તરીકે સંકલ્પ રિયાલ્ટી છે. એ. શ્રીધર, એસ.જે સંગાથ, સન ગ્રુપ અને ટ્રોગોન ગ્રુપ જેવા એસોસિયેટ સ્પોન્સર્સનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમના કો-પાર્ટનર્સમાં અદાણી રિયાલ્ટી, મેગ્નેટ ગ્રુપ, સરલ ગ્રુપ, અનંતબાગ, આર્કેડિયા અને દીપ ગ્રુપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂર્યા ગ્રુપ અને વ્યાપ્તિ વંદેમાતરમ્ તથા Naredcoને સપોર્ટ કરતી સંસ્થા થ્રેડ (TWIN CITY HUB REAL ESTATE ASSOCIATION OF DEVELOPERS), અમદાવાદ બિલ્ડર અસોસિએશન અને ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવીલ એન્જિનીયર્સ એન્ડ આર્કેટેક્ટ્સ, અમદાવાદ રીયલટર અસોસિએશનનો સમાવેશ થાય છે. આ ફેસ્ટની સંપૂર્ણ સંકલ્પના થર્ડ આઇ ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદનું રિઅલ એસ્ટેટ સેક્ટર ભારતના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાંનું એક છે. શહેરની આર્થિક પ્રગતિ, માળખાકીય વિકાસ અને પ્રાથમિક સુવિધાઓના કારણે રિઅલ એસ્ટેટના ભાવ અને માંગ બંને સતત વધી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટથી શહેરીજનો માટે કનેક્ટિવિટી પણ વધી છે. એસ.પી. રિંગ રોડ, એસજી હાઈવે, શિલજ, બોપલ જેવા વિસ્તારોમાં પોટેન્શિયલ ગ્રોથ ધરાવે છે. અમદાવાદમાં રિઅલ એસ્ટેટનું ભવિષ્ય ખૂબ પોઝિટિવ છે. ડેમોગ્રાફિક ચેન્જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, અને રોકાણકારોની સતત પસંદગીના કારણે આગામી દાયકામાં રિઅલ એસ્ટેટમાં વધુ વૃદ્ધિ જોવા મળશે જેના માટે આ એક્સપો પાયાની ભૂમિકા ભજવશે.
NAREDCO તેમજ NAREDCO ગુજરાત વિશે:
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ NAREDCO ની સ્થાપના ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના નેજા હેઠળ 1998માં કરવામાં આવી હતી. NAREDCO સલાહકારી અને કન્સલ્ટિવ પ્રક્રિયાઓ દ્વારા ઉદ્યોગ અને સરકાર સાથે ભાગીદારીમાં, ભારતમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના વિકાસ માટે અનુકૂળ બિઝનેસ વાતાવરણનું નિર્માણ કરવામાં અને તેને ટકાવી રાખવા માટે કામ કરે છે. NAREDCO ખાનગી અને જાહેર ક્ષેત્ર બંને મારફતે રિયલ એસ્ટેટના વિકાસ સંબંધિત તમામ બાબતોમાં વ્યવહાર કરે છે અને તેનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં કોલોનીઓનું પ્લાનિંગ અને લેઆઉટ, રહેણાંક, વ્યાપારી અને સંસ્થાકીય ઇમારતોનું બાંધકામ, ટાઉનશીપનો વિકાસ, ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ રાષ્ટ્રીય સંસ્થા રિયલ એસ્ટેટ વિકાસના તમામ પાસાઓના સંબંધમાં ગવર્મેન્ટ ઓથોરિટીઝ સાથે પોલિસીઓને વિકસિત કરવા, તે અંગે સૂચનો કરવા તેમજ તેને અનુસરવામાં પણ અગ્રણી સંસ્થા છે.
NAREDCO ગુજરાત એ ગુજરાત રાજ્યનું સ્ટેટ ચેપ્ટર છે, જે ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે અગ્રણી સંસ્થા તરીકે સેવા આપે છે, અને ઉદ્યોગમાં વૃદ્ધિ, પારદર્શિતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ચેપ્ટર રાજ્યમાં રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમના વિકાસને આગળ વધારવા માટે વિકાસકર્તાઓ, સરકારી સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ અને મિલકત ખરીદનારાઓ સહિતના મુખ્ય હિતધારકોને એકસાથે લાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #naredcopropertyfest #expo #naredco #nationalrealdevelopmentcouncil #gandhinagar #ahmedabad