નીતા લીંબાચિયા, અમદાવાદ.
04 સપ્ટેમ્બર 2024:
આગામી સમયમાં નવરાત્રી,દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. જેથી અમદાવાદીઓને ફેશનદુનિયામાં અવનવી પ્રોડકટ મળી રહે તે હેતુથી અમદાવાદનાં બોપલ આંબલી રોડ પર આવેલ અલ્મીરા લક્ષ ગેલેરી ખાતે તા. 2 અને 3 સપ્ટેમ્બર દરમિયાન ફેશન એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ એકઝીબિશન પ્રીઝમેટીક ઈવેન્ટસ્ અને મંડલા દ્રારા પ્રથમવાર અમદાવાદ યોજાઈ રહ્યું હતું.
એકઝીબિશનમાં ડિઝાઈનર જવેલરી, ડિઝાઈનર ચણીયા ચોળી,કેઝ્યુઅલ વેર ,હોમ ડેકોર, અવનવી કેક,જેવી અનેક પ્રોડકટ અમદાવાદીઓ જોવા મળશે. નવરાત્રી અને દિવાળીનાં તહેવારો માટે અવનવા ડિઝાઈનર કપડા અને દાગીના અનેક શ્રેણી ઉપલબ્ધ છે. દિવાળીનાં મોસમમાં માટે કોપોરેટ ગીફટની વિશાળ શ્રેણી આ એકઝીબિશનમાં જોવા મળનાર છે આ બે દિવસીય ફેશન એકિઝબિશનમાં અમદાવાદીઓ દ્રારા તૈયાર કરાયેલ તાજગીપૂર્ણ રીતે બનાવેલ ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો.
એકઝીબિશન અંગે પ્રીઝમેટીક ઈવેન્ટસ્ નાં વૈદહી દવે જણાવી રહ્યા છે કે અમદાવાદમાં અમે પ્રથમવાર એકઝીબિશન યોજી રહ્યા છીએ,જેનો મને ગર્વ છે. આ એકઝીબિશનમાં 12થી વધુ એકઝીબિટર્સ પોતાની અવનવી પ્રોડકટ લઈ આવી રહ્યા છે.
મંડલાનાં બ્રિજલ શાહે જણાવ્યું હતુ કે રાજયની મહિલા આગળ આવે તેવા ઉંડા આશયથી આ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #fashionexhibition #sline #surykal #vaidehi #ahmedabad