નીતા લીંબાચિયા, અમદાવાદ.
10 ઓકટોબર 2023:
સાયન્સ સિટી વિસ્તારના રોહિત પટેલ (સામાજિક કાર્યકર ) જણાવે છે કે રાજ્ય ના યશસ્વી, મક્કમ અને નિણાર્યક મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મેં તા-9-10-2023 (સોમવારે) ના રોજ ગાંધીનગર માં તેમની ઓફિસમાં મુલાકાત દ્વારા સાયન્સ સિટી વિસ્તારના વિકાસ બાબતે ચર્ચા કરી ને અમુક સુવિધાઓ બાકી છે,
તેના માટે મેં પાંચ આવેદનપત્રો અને બે ભ્રષ્ટાચાર ની ફરિયાદ અરજી આપી હતી, તેમની ઓફિસમાં જવા માટે દરેક ને મોબાઈલ નીચેના માળે સિક્યોરિટી વાળા મુકાવી દે છે.મારે તેમની સાથે વાતચીત પૂરી થઈ એટલે હું ઓફીસ માંથી બહાર જવા નીકળ્યો, તો શ્રી ભૂપેન્દ્રભાઇ એ તેમના પી એ (PA) નીલભાઇ ને કહ્યુ કે મારો ફોટો રોહિત ભાઈ સાથે પાડ.
ત્યારે મને ખુશીનો પાર ન રહ્યો, કેમકે આપણે જનરલી તેમની સાથે ફોટો પડાવવા માટે તેમને કહીએ છીએ, જ્યારે શ્રી ભૂપેન્દ્રભાઇ એ મારી સાથે ફોટો પડાવાની ઇચ્છા દર્શાવી, મારી સાથે ફોટો પડાવતી વખતે તેમના મોં પર અલગ પ્રકારની ખુશી દેખાઈ આવતી હતી,
તે મારા જેવા મધ્યમ વર્ગના (નાના માણસ) માટે ખરેખર ધન્ય છે.મોટો માણસ એ છે જે નાના નુ સન્માન કરી શકે અને નાના ને પણ માન આપી શકે, તે છે આપણા લોકલાડીલા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ. ઇશ્વર તેમની દરેક ઇચ્છા પુરી કરે.
#bharatmirror #bharatmirror21 #news #cmbhupendrabhai #rohitpatel-sola #ahmedabad