નીતા લીંબાચિયા, અમદાવાદઃ
29 જૂન 2023:
રોટરી ક્લબ જે સમગ્ર વિશ્વમાં સેવાકીય કાર્યો કરવા માટે જાણીતી છે. 1 જુલાઈ નો દિવસ એટલે રોટરી ક્લબના કાર્ય કરવાના પેહેલા દિવસ તરીકે જાણીતો છે. તે જ દિવસ ને સીએ દિવસ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે સેટેલાઇટ વિસ્તારની લોકમાન્ય કોલેજ ખાતે 500 થી વધુ લોકોનો બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અમિતભાઇ ઠાકર (ધારાસભ્ય-વેજલપુર અને ટ્રસ્ટી, લોકમાન્ય કોલેજ), શ્રી મેહુલભાઈ રાઠોડ – રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર-3055 અને સીએ ડો.અંજલી ચોક્સી – ચેરપર્સન, આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચ ઉપસ્થિત રહીને બ્લડ ડોનર્સ નો જુસ્સો વધારશે.
આ કાર્યક્રમ વિષે વાત કરતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના આવનારા પ્રેસિડન્ટ સીએ રાજેન્દ્ર નાગરે જણાવ્યું હતું કે આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચ પણ આ સોશિયલ પ્રોજેક્ટમાં રોટરી ક્લબ સાથે સહભાગી થશે.
આ બ્લડ ડોનેશન કેમ્પ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ 500 બ્લડ બોટલ્સ યુનિટ એકત્ર કરીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માં ડોનેટ કરાવીને સમાજની સેવા કરી શકાય. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટનો ટાર્ગેટ આખા વર્ષ દરમિયાન 2000 થી 2500 બ્લડ બોટલ્સ યુનિટ એકત્ર કરવાનો રહેશે.
દર વખતે રોટરી ક્લબ આખા વિશ્વમાં સતતપણે આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં મોખરે હોય છે. રોટરી ક્લબે વિશ્વની અંદર 3 બિલિયનથી પણ વધારે બાળકોને પોલિયોમાંથી મુક્ત કર્યા છે અને લગભગ 4 બિલિયન ડોલરનું તેમની પાસે સેવાકીય કાર્ય કરવા માટેનું ભંડોળ છે.
આટલી મોટી સંસ્થા સેવાના કાર્ય માટે સક્રિય હોય અને વધારે સક્રિય થવાના કાર્યક્રમો ઘડી કાઢ્યા હોય ત્યારે શહેર માટે ખુબ સારી બાબત કહેવાય .
#bharatmirror #bharatmirror21 #news #rotaryclubofahmedabadwest#icaiahmedabad #lokmanyacollege #blooddonationcamp #ahmedabad