નીતા લીંબાચીયા
18 ડિસેમ્બર, 2022:
૬૪મા ગ્રામી એવોર્ડસમારોહમાં ફાલુ એ ઇતિહાસ રચ્યો. તેઓ આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ ગુજરાતી અને ફક્ત ૧૨મી ભારતીય વ્યક્તિ છે. તેમને આ એવોર્ડ ‘બેસ્ટ ચિલ્ડ્રન આલ્બમ’ કેટેગરીમાં પોતાના આલ્બમ એ કલરફૂલ વર્લ્ડ માટે મળ્યો. ફાલુ આ સન્માન મેળવનારી પહેલી ભારતીય મહિલા છે જેનો જન્મ, ઉછેર અને સંગીતની તાલીમ ભારતમાં થઈ હોય.
ફાલુએ જયપુર ઘરાના અને બનારસી ઠૂમરીની તાલીમ સુપ્રસિદ્ધ કૌમુદી મુન્શી પાસે લીધીછે. આ ઉપરાંત તેમણે ઉદય મઝૂમદાર પાસે સેમી ક્લાસિકલ સંગીતની પણ તાલીમ લીધી છે. તે પછી તેમણે સારંગી અને ગાયનમાં ઉસ્તાદ સુલતાન ખાન અને પાછળથી શ્રીમતી કિશોરી અમોનકર પાસે જયપુર ઘરાનાની તાલીમ લીધી છે. ફાલુએ એ આર રહેમાન, યો-યો મા, રિકી માર્ટિન, ફિલિપ ગ્લાસ, બ્લૂઝ ટ્રાવેલર વગેરે સુવિખ્યાત સંગીતજ્ઞો સાથે કામ કરેલું છે. ફાલુએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ઓબામા અને મિશેલ ઓબામા સમક્ષ પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
મહાત્મા ગાંધી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ એ સો વર્ષથી પણ વધુ જૂની સંસ્થા છે. દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે નવજીવન દ્વારા આયોજિત આ કાર્યક્રમ એક આગવું મહત્વ ધરાવે છે.
કાર્યક્રમમાં ફાલુ ગુજરાતી અને હિન્દી સંગીતની શાસ્ત્રીય અને પશ્ચિમનું સંમિશ્રણ કરીને પોતાની આગવી છટામાં રજૂઆત કરશે. નોંધનીય છે કે તેઓની સાથે સાબરમતી જેલના બંદીવાન ભાઈઓ પણ ભજન દ્વારા સંગીત પીરસશે.
#bharatmirror #bharatmirror21 #news #2022grammyawardwinnerfalu #ahmedabad