- એલિસબ્રિજ વિસ્તારની શાંતિ નિકેતન સોસાયટીની મિલ્કતના વિવાદમાં અરજદારોને હાઇકોર્ટમાંથી મોટી રાહત, એન્ટ્રી નહી કરી આપવાનો સાબરમતી મામલતદારનો હુકમ રદબાતલ
- અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટના સિનિયર એડવોકેટ નિમિષ એમ.કાપડિયાની દલીલો ગ્રાહ્ય રાખી ગુજરાત હાઇકોર્ટે લીઝ પેન્ડન્સની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરવા સાબરમતી મામલતદારને ફરમાન કર્યુ
08 May 2026: અમદાવાદ,
શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં શાંતિ નિકેતન કો.ઓ.સોસાયટીની સબ પ્લોટ નં-૧ની મિલ્કત અંગે પાલડીની સબ રજિસ્ટ્રાર સમક્ષ લીઝ પેન્ડન્સના રજિસ્ટર્ડ દસ્તાવેજની રેવન્યુ રેકર્ડમાં નોંધ પાડવાનો ઇન્કાર કરવાના સીટી મામલતદાર, સાબરમતીના વિવાદીત નિર્ણયને અરજદાર રહીશોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકારતાં જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ સીટી મામલતદાર, સાબરમતીના તા.૨૨-૧૦-૨૦૨૪ના નિર્ણયને રદબાતલ ઠરાવ્યો હતો અને અરજદારના સબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલ લીઝ પેન્ડન્સ દસ્તાવેજની નોંધ મહેસૂલી રેકર્ડ(રેવન્યુ રેકર્ડ) કરવા માટે અગત્યનો હુકમ કર્યો હતો.

સીટી મામલતદાર, સાબરમતીના વિવાદીત હુકમને પડકારતી અરજદારપક્ષ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર- ૨૪૮૦/૨૦૨૪માં એડવોકેટ નિમિષ એમ.કાપડિયા દ્વારા એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર આદિત્ય દિપકભાઇ શાહે નરેશ પ્રવીણચંદ્ર શાહ સાથે રહી મુકેશ જગદીશભાઇ પટેલની માલિકીની એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન કો.ઓ.સોસાયટીના સબ પ્લોટ નં-૧ ખરદી કરવા માટે તા.૨૫-૧૦-૨૦૧૮ના રોજ લેખિત કરાર કર્યો હતો. મુકેશભાઇએ જરૃરી કાગળો પણ અરજદારને આપ્યા હતા અને રૃ.૩૧ લાખ પૂરા સ્વીકાર્યા હતા પરંતુ તેમછતાં બાકીની રકમ લઇ જમીનનો દસ્તાવેજનહી કરી આપતાં અરજદારોએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. દરમ્યાન શાંતિ નિકેતન સોસાયટીની નોંધ મોજે કોચરબ તા.સાબરમતી જિ.અમદાવાદના ટીપી સ્કીમ નં-૩/૬ ફાઇનલ પ્લોટ નં-૮૧૫ તરીકે મહેસૂલી રેકર્ડમાં પડી હતી.
સીટી સિવિલ કોર્ટના દાવા અંગે અરજદારોએ પાલડીના સબ રજિસ્ટ્રાર કચેરીમાં લીઝ પેન્ડન્સ અંગે તા.૫–૨૦૨૪ના રોજદસ્તાવેજની નોંધણી કરાવી હતી. એ પછી લીઝ પેન્ડન્સના રજિસ્ટર્ડ દસ્તાવેજની નોંધ પાડવા અરજદારોએ સ્થાનિક સત્તાવાળાઓને લેખિત વિનંતી કરી હતી પરંતુ સીટી મામલતદાર સાબરમતીએ તા.૨૨-૧૦-૨૦૨૪ના હુકમથી આવી નોંધ પાડી આપવાનો ઇન્કાર કર્યો હતો. અરજદાર દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટમાં લીઝ પેન્ડન્સ અંગે સ્પષ્ટ જોગવાઇ છે. વળી, લીઝ પેન્ડન્સની જોગવાઇ પાછળનો હેતુ ઉમદા છે કારણ કે, દાવામાં લીઝ પેન્ડન્સની નોંધ પડી હોય અને રેવન્યુ રેકર્ડમાં તેની એન્ટ્રી બોલતી હોય તો થર્ડ પાર્ટી પરચેઝરને મિલ્કત વેચાઇ ગઇ હોવાની જાણ રહે અને મૂળ માલિક ત્રીજી વ્યકિતને મિલ્કત વેચી શકે નહી. મામલતદારનો હુકમ ખુદ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓથી વિરૃધ્ધનો હોઇ તે રદબાતલ થવાપાત્ર છે. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે સીટી મામલદાર, સાબરમતીના હુકમને રદ કરી અરજદારના સબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલ લીઝ પેન્ડન્સ દસ્તાવેજની નોંધ મહેસૂલી રેકર્ડ(રેવન્યુ રેકર્ડ) કરવા માટે અગત્યનો હુકમ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratHighCourtordersentryinrevenuerecordsforleasependence #leasependence #entryinrevenuerecords #GujaratHighCourtorder #EllisBridgeShantiniketanSocietypropertydispute #ahmedaba



