- 99 પર્સેન્ટાઇલથી વધુ ગુણ મેળવનાર 31 વિદ્યાર્થીઓ
- નારાયણા કોચિંગ સેન્ટર્સ, અમદાવાદે JEE Main 2026 માં અતિઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે.
પથિક લીંબાચીયા, અમદાવાદ:
21 એપ્રિલ 2026:
સિટી ટોપ રેન્ક સાથે અનેક રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ મેળવી સંસ્થાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પોતાનું નેતૃત્વ ફરી એકવાર સાબિત કર્યું છે.

અમદાવાદ સેન્ટર – નોંધપાત્ર સિદ્ધિઓ
�� City Rank 1 – સાન્વી પાટીદાર (AIR 162) – ગુજરાત રાજ્ય ગર્લ્સ ટોપર
�� City Rank 2 – આદિત્ય ઠાકુર (AIR 230)
⭐ 4 વિદ્યાર્થી Top 500 AIR માં
⭐ 6 વિદ્યાર્થી Top 1000 AIR માં
�� 2 વિદ્યાર્થીઓએ વિષયવાર 100 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા
�� 31 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલ અને તેથી વધુ સ્કોર કર્યો

સાન્વી પાટીદારે માત્ર અમદાવાદ સિટી ટોપર તરીકે જ નહીં પરંતુ ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે પણ ગૌરવ મેળવ્યું છે, જે સંસ્થા માટે ગર્વનો વિષય છે. Top 500 અને Top 1000 All India Rank માં મજબૂત પ્રતિનિધિત્વ તેમજ 99+
પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યા, નારાયણા અમદાવાદની શૈક્ષણિક ઊંડાણ અને સતત ગુણવત્તાનો પુરાવો આપે છે. ઉપરાંત, બે વિદ્યાર્થીઓએ વિષયવાર 100 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરીને વિષય નિપુણતા તથા પ્રશિક્ષણ પર મજબૂત પકડ દર્શાવી છે.
ગુજરાત JEE Main 2026 પરિણામ ની ઝલક (અમદાવાદ + સુરત)
અમદાવાદની ભવ્ય સફળતા સાથે, ગુજરાતભરમાં નારાયણાનું કુલ પ્રદર્શન પણ ઉત્કૃષ્ટ રહ્યું છે.
⭐ 9 વિદ્યાર્થી Top 500 AIR માં
⭐ 13 વિદ્યાર્થી Top 1000 AIR માં
�� 5 વિદ્યાર્થી વિષયવાર 100 પર્સેન્ટાઇલ સાથે
�� 64 વિદ્યાર્થી 99 પર્સેન્ટાઇલ અને તેથી વધુ સાથે
આ આંકડા દર્શાવે છે કે નારાયણાની સુવ્યવસ્થિત શૈક્ષણિક પદ્ધતિ, સંશોધન આધારિત અભ્યાસક્રમ, All-India પ્રેક્ટિસ ટેસ્ટ, ડેટા આધારિત પરફોર્મન્સ વિશ્લેષણ અને વ્યક્તિગત માર્ગદર્શન મોડેલ સમગ્ર ગુજરાતમાં સતત ઉત્તમ પરિણામો આપી રહ્યા છે
સંસ્થાના નિર્દેશક, ડૉ. પી. સિંધુરાએ જણાવ્યું: “અમદાવાદ અને સુરત બંને સેન્ટરોમાં મળેલી ઉત્કૃષ્ટ સફળતા અમારા સુસંગત
શૈક્ષણિક માળખા અને માર્ગદર્શન આધારિત સંસ્કૃતિની શક્તિ દર્શાવે છે. સિટી ટોપ રેન્ક, Top 500 અને Top 1000 AIR
સાથે અનેક 99+ પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરવી અમારી પ્રતિબદ્ધતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે.”
નારાયણા કોચિંગ સેન્ટર્સ વિશે
નારાયણા એજ્યુકેશનલ ગ્રુપ એ એશિયાની અગ્રણી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે, જેને 47 વર્ષનો ગૌરવશાળી વારસો પ્રાપ્ત છે. 1979માં ડૉ. પી. નારાયણાએ સ્થાપેલી આ સંસ્થાએ સાત વિદ્યાર્થીઓ સાથે શરૂ કરીને આજે 23 રાજ્યોમાં 900થી વધુ શાળાઓ, કોલેજો અને કોચિંગ સેન્ટરોનું વિશાળ વટવૃક્ષ તરીકે વિસ્તરિત છે.
JEE Main, JEE Advanced, NEET અને Olympiads જેવી પરીક્ષાઓમાં ટોચના રેન્કર્સ તૈયાર કરવા માટે જાણીતી
નારાયણા દર વર્ષે 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને 50,000થી વધુ અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપે છે. સુવ્યવસ્થિત
રચાયેલ Micro-Schedules, વ્યક્તિગત ભૂલ વિશ્લેષણ અને Disha જેવી સુખાકારી પહેલો દ્વારા સંસ્થા રાષ્ટ્રીય સ્તરે
ભવિષ્યના IITians, ડૉક્ટર્સ અને એન્જિનિયરિંગ લીડર્સ તૈયાર કરી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #NarayanaCoachingCentres #NarayanaCoachingCentresAhmedabaddominateJEEMain2026resultsCity Rank1&2 #GujaratGirlsTopper #4inTop500AIR #31StudentsAbove99Percentile #JEEMain=2026 #NarayanaGroup



