ત્વરિત પેન્ડિંગ PAYMENT ની ચુકવણી નહિ થાય તો તારીખ 26 થી 29 ફેબ્રુઆરી 2024 સુધી ગુજરાત રાજ્યમાં
PMJAY યોજના હેઠળ સારવાર બંધ.
· PMJAY યોજના હેઠળના હોસ્પિટલના બિલોની ચુકવણી ન થવાને કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી શ્રીની ડ્રીમ યોજના સમી PMJAY યોજના ગુજરાતમાં જ બંધ થવાને આરે.
· હોસ્પિટલોના કરોડો રૂપિયાના PMJAY યોજનાના બિલની રકમો ન મળવાથી આર્થિક સંકટ અનુભવતી હોસ્પિટલોમાં ના છૂટકે PMJAY યોજના હેઠળ સારવાર ન કરી શકાય એવી પરિસ્થિતિ.
· ગરીબ દર્દીઓના મસીહા જેવી PMJAY યોજના સંકટમાં, નાણાકીય કટોકટીને કારણે PMJAY યોજના હેઠળ સારવાર ચાલુ રાખવા હોસ્પિટલો અસમર્થ.
· PMJAY યોજના ના બાકી બિલોને કારણે હોસ્પિટલ આર્થિક સંકળામણમાં, સરકારે PMJAY યોજના ચાલુ રાખવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી.
· અનેક હોસ્પિટલો સ્ટાફને પગાર અને સારવાર માટે જરૂરી દવાઓના તથા અન્ય બીલો ચૂકવવા અસમર્થ PMJAY યોજના મુલ્તવી રાખવા સિવાય કોઈ વિકલ્પ નહીં.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
21 ફેબ્રુઆરી 2024:
પીએમ જય એમ્પેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ પછી પણ સરકારે માત્ર પાંચથી દસ ટકા જેટલું મજાક અને પાત્ર પેમેન્ટ રિલીઝ કર્યું છે. જે કોઈપણ હોસ્પિટલને ચલાવવા માટે પૂરતું ન જ હોય એ સ્વાભાવિક છે. આથી આર્થિક સંકળામણ અનુભવતી આ હોસ્પિટલો પોતે જ હવે વેન્ટિલેટર પર આવી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગરીબ દર્દીઓની જીવાદોરી સમાન આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રી મોદીજી ની ડ્રીમ યોજના હાલ ગુજરાતમાં જ અત્યંત વિકટ પરિસ્થિતિમાં છે. આ ઉપરાંત અત્યારે ચાલી રહેલી બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગતો હજુ પણ ચાલુ જ છે.
પીએમજય અધિકારીઓ અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી. પીએમજય એમ્પેનલમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ ના 2 વર્ષ નું 300 કરોડ થી વધારે પેમેન્ટ બાકી છે. આથી આખરે ના છૂટકે આ બાબત ને લોકો સુઘી પહોંચાડવા ગુજરાતની હોસ્પિટલો તા 26 થી 29 ફેબ્રઆરી એમ ચાર દિવસ માટે પ્રતીકાત્મક રીતે PMJAY યોજના હેઠળ સારવાર બંધ રાખવામાં આવશે એમ PMJAY Empanelled Private Hospitals Association of Gujarat એ જણાવ્યું છે.ઇમર્જન્સી સારવાર ચાલુ રાખવામાં આવશે.
એ જોતા એવું લાગે છે કે હવે પીએમજય યોજના માટે દર્દીઓને સારવાર લેવા માટે સરકારી હોસ્પિટલમાં જ જવું પડશે એવી સ્થિતિ ટૂંક સમયમાં ઊભી થઈ જશે. માનનિય મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રીશ્રી આ બાબત ને ગંભીરતાથી ધ્યાનમાં લઈ સત્વરે આ હોસ્પિટલ ના પ્રશ્નો નો ત્વરીત ગતિએ ઉકેલ આવે એવી વ્યવસ્થા કરવા ગુજરાતના નાગરિકો તરફથી વિનંતિ છે. આ સમગ્ર પ્રશ્ન ના ઉકેલ માટે PEPHAG દ્વાર ફરીથી માનનિય મુખ્યમંત્રીશ્રી, આરોગ્યમંત્રી શ્રી, PMJAY officials, Chief District Health Officer, District Project Officer વગેરે ને email દ્વારા જાણ કરવામા આવી છે. અને આ email ની કોપી માનનિય પ્રધાનમંત્રી શ્રી અને કેન્દ્રના આરોગ્યમંત્રી શ્રી ને પણ મોકલવામાં આવી છે. આ મીડિયા ના માધ્યમથી પણ PEPHAG દ્વારા માનનિય પ્રધાનમંત્રીશ્રી અને માનનિય કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ને પણ આ ગંભીર પરિસ્થિતિ ને સત્વરે ઉકેલવા વિનંતી છે.
#bharatmirror #bharatmirror21 #news #pmjay #ahmedabad