GCCI અને Nasscom સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT &AI દ્વારા આજરોજ MSME માટે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીસ, ડિજિટલ સોલ્યુશન્સ ડેમો ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
28 ડીસેમ્બર 2023:
આ પ્રસંગે, GCCIના સિનિયર ઉપપ્રમુખ શ્રી સંદીપ એન્જીનીયર એ તેઓના સ્વાગત પ્રવચનમાં GCCIની MSME, સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન અને પ્લાસ્ટિક કમિટીને ડેમો ડે ના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ આયોજન આપણા પ્રધાનમંત્રીશ્રી ની “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના વિઝન ને ફળીભૂત કરવા ખુબ જ અગત્યનું પગલું છે.
સહાયક ઈકોસિસ્ટમ ના મહત્વને સ્વીકારતા, તેમણે સ્ટાર્ટઅપ્સ માટે જરૂરી માળખું અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત અને કેન્દ્ર સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભાગ લેનારા સાહસોને પણ અભિનંદન આપ્યા હતા તેમજ તેમની સફળતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Nasscom સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT &AI ના વરિષ્ઠ ડિરેક્ટર અને મેન્યુફેક્ચરિંગ વર્ટિકલના વડા શ્રી અમિત સલુજાએ Nasscomની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પોષવામાં મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. એમને જણાવ્યું હતું કે Nasscom ઉભરતા ઉદ્યોગસાહસિકોને જરૂરી સંસાધનો, માર્ગદર્શન અને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. સંસ્થા સ્ટાર્ટઅપ્સને તેમના વ્યવસાયને વિકસાવવામાં મદદ કરવા માટે વિવિધ પ્રોગ્રામ્સ અને સંસાધનો પ્રદાન કરે છે.
MSME કમિટીના ચેરમેન શ્રી તેજસ મહેતા એ, સહભાગી સ્ટાર્ટ-અપ્સ નો પરિચય આપ્યો હતો. તેઓના પ્રવચન થકી સ્ટાર્ટઅપ્સ ની વિવિધ શ્રેણી ની ઝાંખી થતી હતી જે આ તમામ સ્ટાર્ટ-અપ્સ ના નવીનતમ પ્રોજેક્ટ્સ અથવા ઉત્પાદનોને સ્પષ્ટ કરતી હતી.
સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન કમિટીના ચેરમેન શ્રી અમિત પરીખ એ સ્ટાર્ટ-અપ માટે ઉત્તમ તકોનો ઉલ્લેખ કર્યો હતો અને આ ડેમો ડે માટે માર્ગદર્શક તરીકે MSME કમિટીના સભ્યોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સ્ટાર્ટઅપ્સ માટે ખાદ્ય MSMEમાં આશાસ્પદ તકો પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઉદ્યોગમાં ચોક્કસ ક્ષેત્રો અથવા વલણોની રૂપરેખા આપી હતી જ્યાં સ્ટાર્ટઅપ્સ પ્રગતિ કરી શકે છે.
આ પ્રસંગે નિમ્નલિખિત ૫ સ્ટાર્ટ-અપ્સે તેમની નવીનતા અને ઉત્પાદનો વિશે વિગતવાર રજૂઆત કરી.
- પ્લુટોમેન ટેક્નોલોજીસ
- Zbox ટેક્નોલોજીસ
- SYSMA ટેક્નોલોજીસ
- અરિષ્ટિ ઇન્ફોલેબ્સ
- ઓટોબિટ્સ લેબ્સ
પ્લાસ્ટિક કમિટિના ચેરમેન શ્રી ભરત પટેલ દ્વારા આભાર વિધિ સાથે ડેમો ડે નું સમાપન થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #nasscom #msme #ahmedabad