તહેવારોનું આગમન શરૂ થયુંને વાત આવી ખરીદીની,આંખને ગમેને લેવાનું મન થઇ જાય તેવા સુંદર એક્ઝિબિશનનું આયોજન વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે.


વીઓ: વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ જે બે વર્ષ થી દિવાળી મેલા.એક્ઝિબિશનનું આયોજન કરતા આવે છે. આ વર્ષે પણ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા દિવાળી મેલા.એક્ઝિબિશનનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે વાત કરતા વેદાંત પ્રિ સ્કૂલ ના પ્રન્સિપાલ ઝરણાં યાજ્ઞિક કે જણાવ્યુ કે આ એક્ઝિબિશનમાં પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના માતા પિતા દ્વારા બનવવામાં આવેલ વિવિધ પ્રકારની વસ્તુઓના 22 સ્ટોલ મુકવામાં આવ્યા છે.

જ્યાં તમને ડ્રેસ મટીરીયલ્સ, વિન્ટર વિઅર ,ઘર ડેકોરેશનની વસ્તુઓ, ફેન્સી દીવા, તોરણ ,સ્વીટસ, ડ્રાયફ્રુટ,ગોલ્ડ પ્લેટેડ અને સિલ્વર જ્વેલરી જેવી વિવિધ વસ્તુઓના સ્ટોલ જોવા મળશે.
#bharatmirror #bharatmirror21 #news #vedant #ahmedabad
