- ઘાટલોડિયા પોલીસે આરોપી નિતેશકુમાર શર્માની નાગપુરની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી
- અધિક સરકારી વકીલ વિજય સોલંકી દ્વારા રિમાન્ડ અરજીમાં કેસની કેટલીક ચોંકાવનારી હકીકતો કોર્ટના ધ્યાન પર મૂકી, જેને ધ્યાને લઇ કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદ: 24 નવેમ્બર 2026:
ઉંઝા માર્કેટયાર્ડના જીરૃ-વરિયાળીના વેપારીને લીધેલા માલ પેટે રૃ.૪૦ લાખની બનાવટી ચલણી નોટો પધરાવવાના તેમ જ ઓનલાઇન આંગડિયા પેઢી ખોલી દેશમાં જુદા જુદા વેપારીઓને અસલીની જગ્યાએ બનાવટી તેમ જ ચિલ્ડ્રન નોટ પધરાવી દેવાના પ્રકરણમાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટના આધારે આરોપી નિતેશકુમાર સંજીવ શર્માની નાગપુર જેલમાંથી ધરપકડ કરી છે. ઘાટલોડિયા પોલીસે આરોપી નિતેશકુમાર શર્માને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરતાં એડીશનલ ચીફ જયુડીશયલ મેજિસ્ટ્રેટ કે.એમ.ગોહિલે આરોપી નિતેશકુમાર શર્માને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

ઘાટલોડિયા પોલીસે આરોપી નિતેશ કુમાર શર્માને કોર્ટમાં રજૂ કરતાં સરકારપક્ષ તરફથી તેના ૭ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરતાં અધિક સરકારી વકીલ વિજય સોલંકીએ જણાવ્યું કે, પોલીસે તાજતરમાં જ આ પ્રકરણના બે આરોપીઓ રાહુલસિંહ વિજયસિંહ ઠાકુર અને માલચંદ પ્રમેશ્વરલાલ શર્માની ધરપકડ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં આરોપીઓની પૂછપરછમાં આરોપીને નાગપુરની આંગડિયા પેઢીમાં અસલ નાણાં લેવા રાજસ્થાન, બિકાનેરના પંકજ શર્મા અને તેના દાદા બજરંગ મોઢ શર્માએ મોકલ્યા હોવાનું જણાવે છે પરંતુ બનાવટી ચલણી નોટો આપવા આવનાર આરોપીઓ બાબતે કોઇ હકીકત જણાવતો નથી, તેની તપાસના કામે આરોપીના રિમાન્ડ જરૃરી છે.
આરોપીને આ બનાવટી ચલણી નોટો પંકજ શર્મા રાજસ્થાનના બિકાનેરવાળાએ આપી હતી તેની તપાસ કરવાની છે. આરોપીઓ રાહુલસિંહ વિજયસિંહ ઠાકુર અને માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા પાસેથી કબજે કરાયેલા બનાવટી નોટોનાકુલ ૧૭ બંડલો કે જેમાં એક બંડલમાં કુલ ૧,૬૬૬ મળી આવી હતી, આ બનાવટી નોટોના બંડલ સિવાય આરોપીઓ પાસે અસલ જેવી જણાતી બીજી કેટલી નોટોના બંડલ છે, તેની તપાસ કરવાની છે. આ બનાવટી ચલણી નોટો ક્યાં બનાવવામાં આવી છે, તેમાં કયું મટિરિયલ વપરાયું છે અને નોટો બનાવવાની સામગ્રી કબજે લેવાની બાકી હોવાથી તેની તપાસ કરવા. નોટોના બંડલ સહઆરોપીઓએ આપ્યા હોવાનું જણાતું હોવાથી, તેમના પૂરા નામ-સરનામા મેળવવાના છે. આરોપીઓ સાથે અન્ય કેટલા સહઆરોપીઓ સંડોવાયેલા છે. આરોપીઓ આંતરરાજ્ય વતની હોવાથી ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં આ પ્રકારના કેટલા ગુના કર્યા છે અને અન્ય કોઈ રાજ્ય કે પોલીસ સ્ટેશનમાં અટક કરવાના બાકી છે કે કેમ?
અધિક સરકારી વકીલ વિજય સોલંકીએ વધુમાં જણાવ્યું કે, આરોપીઓ તથા સહઆરોપીઓ મળીને આંતરરાજ્ય ગેંગ તરીકે ઠગાઈ-છેતરપિંડી કરતા હોવાનું અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપતા ન હોવાનું જણાતાં, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાના મૂળ સુધી પહોંચવા વધુ સમય કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કરવા રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટએ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba ##Four-day police remand for Niteshkumar Sharma in a case involving counterfeit currency notes #GhatlodiaPolice #UnjhaMarketYard



