- સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદાનાએ “ફાઇન્ડ યોર સ્પેસ ઇન સ્પેસ: ધ સ્ટોરી ઓફ અ ૨૦૨૬ સ્પેસપ્રેન્યોર – રૂટ્સ ટુ વિંગ્સ: ફ્રોમ વિક્રમ સારાભાઈ ટુ વિક્રમ-૧, એન્ડ બિયોન્ડ” વિષય પર વક્તવ્ય આપ્યું
પથિક લીંબાચીયા, અમદાવાદ:
26 નવેમ્બર 2026:
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા તેની “૭૦ એએમએઝિંગ વર્ષ”ની ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે, “ફાઇન્ડ યોર સ્પેસ ઇન સ્પેસ: ધ સ્ટોરી ઓફ અ ૨૦૨૬ સ્પેસપ્રેન્યોર – રૂટ્સ ટુ વિંગ્સ: ફ્રોમ વિક્રમ સારાભાઈ ટુ વિક્રમ-૧, એન્ડ બિયોન્ડ” વિષય પર સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક અને સીઈઓ શ્રી પવન કુમાર ચંદાના દ્રારા સંબોધિત ૪૫મા વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.

એએમએના ઉપપ્રમુખ અને અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મોહલ સારાભાઈએ પ્રારંભિક ઉદ્બોધન અને સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે ડૉ. સારાભાઈ દ્રારા સ્થાપિત સંસ્થામાં જ ‘વિક્રમ-૧’ના ઘડવૈયાની યજમાની કરવી એ ભારતના પાયાના મેનેજમેન્ટ સિધ્ધાંતો અને ૨૦૨૬ની ઉભરતી સ્પેસ ઇકોનોમી વચ્ચે એક યોગ્ય સેતુ સમાન છે.
એએમએ ખાતે ઉદ્યોગ અગ્રણીઓ, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને અવકાશ પ્રેમીઓને સંબોધતા શ્રી પવન કુમાર ચંદાનાએ ડૉ. વિક્રમ સારાભાઈ—જેમણે ભારતના અવકાશ કાર્યક્રમનો પાયો નાખવાની સાથે એએમએના સ્થાપક પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી—તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભારતની ન્યૂસ્પેસ ક્રાંતિને ત્રણ મુખ્ય સ્તંભો હેઠળ રજૂ કરી હતી:

· રૂટ્સ – વારસાનું સન્માન: ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી) ખાતેની તેમની શરૂઆતની એન્જિનિયરિંગ કારકિર્દીને યાદ કરતા, શ્રી ચંદાનાએ પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે ડૉ. સારાભાઈની હેતુપૂર્ણ અને સ્વદેશી નવીનતાની વિચારધારાએ ૨૦૧૮માં સ્કાયરૂટની સ્થાપનાને મજબૂત આધાર આપ્યો. ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટનું નામ ‘વિક્રમ-૧’ રાખવું—અને તેની પ્રથમ ઉડાનમાં ડૉ. સારાભાઈ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને ડૉ. સી.વી. રામનના સ્મૃતિચિહ્નો સાથે લઈ જવા—એ ભારતના વૈજ્ઞાનિક વારસાને અવકાશની ભ્રમણકક્ષામાં લઈ જવાનું પ્રતીક હતું.
· વિંગ્સ – ખાનગી અવકાશ ઉડાનને ભ્રમણકક્ષામાં લઈ જવી: જુલાઈ ૨૦૨૬માં ‘વિક્રમ-૧’ના (મિશન આગમન) ઐતિહાસિક પ્રથમ ઓર્બિટલ લોન્ચિંગને યાદ કરતા, શ્રી ચંદાનાએ ૧૦૦૦થી વધુ એન્જિનિયરો અને લગભગ ૪૦૦ સ્થાનિક સપ્લાયર્સની ટીમ સાથે પાયાથી ડીપ-ટેક હાર્ડવેર બનાવવાના પડદા પાછળના અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “જે ઉડાન ભરી હતી તે માત્ર એક રોકેટ નહોતું, પરંતુ એ વાતનો પુરાવો હતો કે ભૂતકાળના કોઈ પણ બોજ વિના યુવા ભારતીય દિમાગ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઓર્બિટલ લોન્ચ વ્હીકલ્સ બનાવી શકે છે.”
· બિયોન્ડ – સૌના માટે અવકાશના દ્રાર ખોલવા: કોમર્શિયલ સ્પેસફ્લાઇટના આગામી દાયકા તરફ નજર દોડાવતા, શ્રી ચંદાનાએ ઉત્પાદન ક્ષમતા વધારીને દર મહિને એક ‘વિક્રમ-૧’ તૈયાર કરવા, વૈશ્વિક સ્મોલ-સેટેલાઇટ કોન્સ્ટેલેશન્સને સેવા આપવા અને અવકાશમાં પહોંચને કોમર્શિયલ એવિએશન જેટલી વિશ્વસનીય અને નિયમિત બનાવવા માટે સ્કાયરૂટનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વિક્રમ-૧ની પ્રથમ ભ્રમણકક્ષા એ અંતિમ મુકામ નહોતો; તે તો માત્ર શરૂઆત છે. અહીંથી ભારત નવી છલાંગ લગાવે છે.”
એએમએના માનદ મંત્રી શ્રી ગોપી ત્રિવેદીએ આભારવિધિ રજૂ કરતા જણાવ્યું હતું કે, “એએમએ ડૉ. વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવવા અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રતિબધ્ધ છે.”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AMA organizes 45th Vikram Sarabhai Memorial #BeyondSubjectsSkyRootsAerospace Lecture#AhmedabadManagementAssociation #ama #70AMAZINGYearsHistoricalCelebration #FindYourSpaceInSpace:TheStoryofA2026SpacePreneur–RootsToWings:FromVikramSarabhaiToVikram-1



