- સમગ્ર પ્રકરણમાં આંતરરાજય ગેંગની સંડોવણીની આશંકાના આધારે ઘાટલોડિયા પોલીસે બંને આરોપીઓ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે રિમાન્ડ મેળવ્યા
- અધિક સરકારી વકીલ વિજય સોલંકીની રિમાન્ડ અરજીમાં મહત્ત્વની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદ, 23-11-2026.
ઉંઝા માર્કેટયાર્ડના જીરૃ-વરિયાળીના વેપારીને લીધેલા માલ પેટે રૃ.૪૦ લાખની બનાવટી ચલણી નોટો પધરાવવાના તેમ જ ઓનલાઇન આંગડિયા પેઢી ખોલી દેશમાં જુદા જુદા વેપારીઓને અસલીની જગ્યાએ બનાવટી તેમ જ ચિલ્ડ્રન નોટ પધરાવી દેવાના પ્રકરણમાં પકડાયેલા આરોપીઓ રાહુલસિંહ વિજયસિંહ ઠાકુર અને માલચંદ પ્રમેશ્વરલાલ શર્માને એડીશનલ ચીફ જયુડીશયલ મેજિસ્ટ્રેટ કે.એમ.ગોહિલે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

ઘાટલોડિયા પોલીસે બંને આરોપીઓ રાહુલસિંહ વિજયસિંહ ઠાકુર અને માલચંદ પ્રમેશ્વરલાલ શર્માને કોર્ટમાં રજૂ કરતાં સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ વિજય સોલંકીએ મહત્ત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી કબજે કરાયેલા બનાવટી નોટોનાકુલ ૧૭ બંડલો કે જેમાં એક બંડલમાં કુલ ૧,૬૬૬ મળી આવી હતી, આ બનાવટી નોટોના બંડલ સિવાય આરોપીઓ પાસે અસલ જેવી જણાતી બીજી કેટલી નોટોના બંડલ છે, તેની તપાસ કરવાની છે. આ બનાવટી ચલણી નોટો ક્યાં બનાવવામાં આવી છે, તેમાં કયું મટિરિયલ વપરાયું છે અને નોટો બનાવવાની સામગ્રી કબજે લેવાની બાકી હોવાથી તેની તપાસ કરવા. નોટોના બંડલ સહઆરોપીઓએ આપ્યા હોવાનું જણાતું હોવાથી, તેમના પૂરા નામ-સરનામા મેળવવાના છે. આરોપીઓ સાથે અન્ય કેટલા સહઆરોપીઓ સંડોવાયેલા છે. આરોપીઓ આંતરરાજ્ય વતની હોવાથી ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં આ પ્રકારના કેટલા ગુના કર્યા છે અને અન્ય કોઈ રાજ્ય કે પોલીસ સ્ટેશનમાં અટક કરવાના બાકી છે કે કેમ?
અધિક સરકારી વકીલ વિજય સોલંકીએ વધુમાં અદાલતને જણાવ્યું કે, આરોપીઓ તથા સહઆરોપીઓ મળીને આંતરરાજ્ય ગેંગ તરીકે ઠગાઈ-છેતરપિંડી કરતા હોવાનું અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપતા ન હોવાનું જણાતાં, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાના મૂળ સુધી પહોંચવા વધુ સમય કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કરવા રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટએ બંને આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Three-day remand for two accused who gave fake notes worth Rs. 40 lakh to Unjha businessman



