- ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાં વકીલોમાં ખુશીની લાગણી
- તા.1થી 5 ડિસેમ્બર,2026 દરમ્યાન ઉમેદવારીપત્રો ભરી શકાશે, ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તા.8-12-2026
અમદાવાદ: 24 ઓક્ટોબર 2026:
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન સહિત રાજયના ૨૮૨ થી વધુ વકીલમંડળો(બાર એસોસીએશન)ની પ્રતિષ્ઠાભરી ચૂંટણી આગામી તા.૧૮મી ડિસેમ્બરે રાજયભરમાં એકસાથે એક જ દિવસે યોજવા અંગે ગુજરાત બાર કાઉન્સીલ તરફથી આજે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. આજરોજ ગુજરાત બાર કાઉન્સીલની મળેલી અસાધારણ સભામાં ચૂંટણી અંગેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ અગે ગુજરાત બાર કાઉન્સીલના કો-ચેરમેન અનિલ સી.કેલ્લાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજયના તમામ બાર એસોસીએશનોએ તેમના વકીલમંડળમાં નોંધાયેલા વકીલ સભ્યોની યાદી તા.૨૦-૧૧-૨૦૨૬ સુધીમાં ગુજરાત બાર કાઉન્સીલની કચેરીમાં મોકલી દેવાની રહેશે. જે તે વકીલમંડળોએ તેમના ત્યાંની ચૂંટણી માટે ચૂ ંટણી કમિશનરની નિમણૂંક કરવાની છેલ્લી તારીખ તા.૨૧-૧૧-૨૦૨૬ રહેશે. તમામ બાર એસોસીએશનોએ મતદાર યાદીનું પ્રકાશન તેમના નોટિસ બોર્ડ પર તા.૨૩-૧૧-૨૦૨૬એ લગાવી દેવાનું રહેશે. જો કોઇ વાંધો કે તકરાર હોય અથવા વાંધા અરજી હોય તો તે તા.૨૫-૧૧-૨૦૨૬થી તા.૨૭-૧૧-૨૦૨૬ દરમ્યાન ચૂંટણી કમિશનર સમક્ષ રજૂ કરી શકાશે. તમામ વકીલમંડળોએ તા.૩૦-૧૧-૨૦૨૬ના રોજ તેમની આખરી અને અંતિમ મતદાન યાદી પ્રસિધ્ધ કરી દેવાની રહેશે.

ગુજરાત બાર કાઉન્સીલના કો-ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું કે, વકીલમંડળોની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે આવેદનપત્ર ભરવાની તા.૧-૧૨-૨૦૨૬થી તા.૫-૧૨-૨૦૨૬ સુધીની રહેશે., ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ તા.૭-૧૨-૨૦૨૬ રહેશે., જયારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ તા.૮-૧૨-૨૦૨૬ રહેશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા પછીની આખરી ઉમેદવારોની યાદી તા.૯-૧૨-૨૦૨૬ના રોજ પ્રસિધ્ધ કરવાની રહેશે. તમામ વકીલમંડળોની ચૂંટણીની તારીખ તા.૧૮-૧૨-૨૦૨૬ રહેશે. આ દિવસે રાજયના તમામ વકીલમંડળોની ચૂંટણી એક જ દિવસે એક સાથે યોજવાની રહેશે. જો કોઇ બાર એસોસીએશન નિયત સમયમર્યાદામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે અને આ નિર્દેશોનું પાલન કરવામાં ચૂક દાખવશે તો, તેવા કસૂરવાર બાર એસોસીએશન વિરૃધ્ધ તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવશે અને જરૃર પડયે આવા બાર એસોસીએશનની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઇ શકે છે. આ ચૂંટણીમાં જે વકીલોએ વકીલાત માટે પાસ કરવી ફરજિયાત એવી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ નહી કરી હોય અને માત્ર પ્રોવીઝનલ એનરોલમેન્ટ જ મેળવ્યુ હશે તેવા કોઇપણ વકીલ તા.૧૮-૧૨-૨૦૨૬ના રોજ યોજાનારી ચૂંટણીમાં મતદાન કરવા માટે હકદાર રહેશે નહી.
વન બાર વન વોટનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે
રાજયના તમામ વકીલમંડળોની તા.૧૮મી ડિસેમ્બર,૨૦૨૬ના રોજ એકસાથે યોજાનારી ચૂંટણીમાં વન બાર, વન વોટ હેઠળ કોઇપણ વકીલ એક કરતાં વધુ બાર એસોસીએશનમાં મતદાન કરી શકશે નહી કે ચૂંટણી લડી શકશે નહી. જો કોઇ ધારાશાસ્ત્રી એક કરતાં વધુ જગ્યાએ મતદાન કરતા માલૂમ પડશે તો, ગુજરાત બાર એસોસીએશન રૃલ્સ-૨૦૧૫ હેઠળ તેને ત્રણ વર્ષ માટે એસોસીએશનમાંથી બરતરફત કરવામાં આવશે. તદુપરાંત, એડવોકેટ્સ એકટ-૧૯૬૧ની કલમ-૩૫ મુજબ, વ્યવસાયિક ગેરવર્તણૂંક માટે પણ જવાબદાર ઠરશે.
સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર મહિલા વકીલો માટે અનામત
આ વખતની ચૂંટણીમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર મહિલા વકીલ પ્રતિનિધિઓ માટે અનામતની જોગવાઇ કરવી પડશે. જેમાં હાઇકોર્ટ એડવોકેટ્સ બાર એસોસીએશન સહિત તમામ જિલ્લા વકીલમંડળોમાં ખજાનચીની પોસ્ટ મહિલા વકીલ માટે અનામત રાખવી પડશે. તો, કારોબારી સભ્યોની ચૂંટણીમાં પણ મહિલા વકીલ પ્રતિનિધિના ૩૦ ટકા સભ્યોને ફરજિયાતપણે સમાવવાના રહેશે
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba ##AllBarAssociationsoftheStatewillbeholdingelectionson18thDecember #GujaratBarCouncillor #ElectionAdvertisement



