- ન્યુ નોટરી ચેરીટેબલ એસોસીએશનના પ્રતિનિધિમંડળની સરકારના ઉચ્ચ અધિકારીઓની સાથેની તાજેતની બેઠક બાદ હકારાત્મક સંકેત
અમદાવાદ: 21 ઓક્ટોબર 2026:
નોટરીઓ પાસેથી સોગંદનામાં કરવા સહિતની સંબંધિત સત્તાઓ લઇ મામલતદાર-તલાટીને આપી દેવાથી માંડી નોટરી ટિકિટ મેળવવામાં વર્ષોથી પડતી હાલાકી મામલે ન્યુ નોટરી ચેરીટેબલ એસોસીએશન તરફથી નોટરીઓની હડતાળની અપાયેલી ચીમકીને પગલે સરકારમાં હવે નોટરીઓની ટિકિટ વ્યવસ્તા સહિતના મુદ્દે સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી છે. જેને પગલે ટૂંક સમયમાં જ નોટરીઓની અમુક માંગણીઓ સંતોષાઇ જાય તેવી શકયતા છે.

વિદ્યાર્થીઓના એફિડેવિટ, આવકના દાખલા સંબંધિત એફિડેવિટ, સ્કૂલ લિવિંગ સટફિકેટના એફિડેવિટ, પાસપોર્ટ સંબંધિત એફિડેવિટ તેમજ ભાડાકરાર માટે જરૃરી મંજૂરી અને કરારો સહિત નાગરિકોને વિવિધ દસ્તાવેજી સેવાઓ પૂરી પાડતા નોટરીઓ પાસેથી મોટાભાગની કામગીરી-સત્તા છીનવી લેવાતાં સમગ્ર નોટરી આલમમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. કારણ કે, સરકારના આવા વિવાદીત અને મનસ્વી નિર્ણયના કારણે આજે પરિસ્થિતિ એ થઇ છે કે, નોટરીઓ પાસે જાણે કોઇ કામ જ રહ્યું નથી, જિલ્લા-તાલુકા કક્ષાના નોટરીઓ તો કામ માટે જાણે વલખાં મારી રહ્યા છે.

આ સિવાય નોટરીઓનો ટિકિટનો પ્રશ્ન પણ બહુ ગંભીર બન્યો છે કારણ કે, શહેરમાં નજીકના સ્થળે ટિકિટ વિતરની કોઇ વ્યવસ્થા જ નહી હોઇ તેમ જ પૂરતી માત્રામાં ટિકિટો જ નહી અપાતી હોઇ નોટરીઓની સાથે સાથે નિર્દોષ નાગિરકો પણ ભારે હેરાન થઇ રહ્યા હતા. વાસ્તવમાં, ઘી કાંટા ફોજદારી કોર્ટથી લઇ ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી લઇ બધી કોર્ટો શહેર વિસ્તારમાં છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, નોટરીઓ માટે આ સ્ટેમ્પ વિતરણ માટે શહેરી વિસ્તારમાં કોઇ વ્યવસ્થા જ નથી. જેના કારણે નોટરીઓ તેમ જ વકીલો-પક્ષકારોને આવી સ્ટેમ્પ ફરજિયાત લગાવવી પડતી હોઇ તે મેળવવા માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવુ પડે છે. હાઇકોર્ટમાંથી પણ નોટરીઓને મર્યાદિત ટિકિટ અપાય છે., જેના કારણે નોટરીઓને હાઇકોર્ટ સુધીના વારંવારના ધક્કા અને મર્યાદિત ટિકિટની હાડમારી વેઠવાનો વારો આવ્યો હોઇ નોટરીઓ આકરા પાણીએ બન્યા હતા અને ન્યુ નોટરી ચેરીટેબલ એસોસીએશનની બેઠકમાં આખરે હડતાળની ચીમકી આપવામાં આવી હતી. જો કે, તાજેતરમાં એસોસીએશનના પ્રતિનિધિમંડળની સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ હવે નોટરીઓની સમસ્યા મુદ્દે સરકાર દ્વારા સક્રિય વિચારણા હાથ ધરાઇ છે. જેને પગલે ટૂંક સમયમાં નોટરીઓની અમુક માંગણીઓ સરકાર દ્વારા સંતોષાઇ જાય તેવી પૂરી શકયતા છે.
સ્વ.નોટરીઓના આશ્રિતોને ચાર લાખથી વધુની સહાયના ચેક અર્પણ
દરમ્યાન ન્યુ નોટરી ચેરીટેબલ એસોસીએશન દ્વારા ગુજરી ગયેલા નોટરીઓના આશ્રિતોને ચાર લાખથી વધુ રૂપિયાની વેલ્ફેર સહાય (આર્થિક સહાય) જાહેર કરી તેના ચેક સ્વ.નોટરીઓના પરિવારજનોને આજે અર્પણ કરવામાં આવ્યા હતા. ન્યુ નોટરી ચેરીટેબલ એસોસીએશનના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ વિક્રમ મશર, સુનિલ પટેલ, નિલેશ ત્રિવેદી અને સેક્રેટરી પરિમલ દેસાઇ સહિતના આગેવાનોની હાજરીમાં સ્વર્ગસ્થ નોટરીઓના પરિવારજનોને વિવિધ રકમનો ચેકો અર્પણ કરવામાં આવતાં તેઓએ આભારની લાગણી વ્યકત કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba ##Notariesdemndslikelytobemetbygovernmentsoon



