- કરોડોના ખર્ચે બની રહેલા બહુચસજી મંદિરના નિર્માણમાં સ્તંભો ઉપર તૂટેલી કોતરણી સહિતના ભાગો સ્પષ્ટ દેખાય છે
- એજન્સીનો લૂલો બચાવ, ક્રેનથી ભારે પથ્થરોના હેન્ડલિંગ દરમિયાન નુકસાન થાય છે
પથિક લીંબાચીયા, બહુચરાજી:
યાત્રાધામ બહુચરાજીમાં રૂ. 76.51 કરોડના ખર્ચે 86 ફૂટ ઊંચા શિખર સાથે નવનિર્માણ પામી રહેલા મંદિરના બાંધકામમાં વપરાતા પથ્થરોના હેન્ડલિંગ અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે. નવનિર્માણ દરમિયાન ઊભા કરાયેલા કેટલાક કોતરણીવાળા સ્તંભો અને પથ્થરોમાં તૂટફૂટ સ્પષ્ટ જોવા મળી રહી છે. ખાસ કરીને નૃત્ય મંડપના કોતરણીવાળા ભાગોમાં પથ્થરો ખંડિત થયેલા છે. હેન્ડલિંગ વખતે ડેમેજ થયેલા પથ્થરોને મંદિરના બાંધકામમાં જડી દેવાયા છે. આવા 15થી વધુ પથ્થરોમાં નુકસાન નજરે પડે છે.

ભવ્ય મંદિરના નિર્માણમાં વિવિધ કદ અને વજનના કોતરણીવાળા પથ્થરોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પથ્થરોને ક્રેન ઊંચકીને જગ્યાએ ફિટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલાક પથ્થરોને નુકસાન થયું હોવાનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી PMC)ના અધિકારીએ સ્વીકાર્યું હતું.
PMC: હેન્ડલિંગમાં નુકસાન થાય છે, ડેમેજની મરામત કરાશે
PMCના સુપરવાઇઝર સુનિલભાઈ સોમપુરાએ કહ્યું કે, પાંચ ટન સુધીના ભારે પથ્થરોનો ઉપયોગ થઈ રહ્યો છે. હેન્ડલિંગ દરમિયાન પથ્થરને નુકસાન થતું હોય છે. જે પથ્થરો તૂટેલા છે તે રિપેર કરી દેવાશે અને ફાઈનલ ટચ વખતે જોવા નહીં મળે.

ધારાસભ્યની સૂચના: તૂટે તો નવો પથ્થર લગાવો
બહુચરાજીના ધારાસભ્ય ડૉ. સુખાજી ઠાકોરે કહ્યું કે, તૂટેલા પથ્થરોની બાબતની જાણ થતાં તેમણે સુપરવાઇઝર ટીમને રિપેર કરવાને બદલે નવો પથ્થર લગાવવા કડક સૂચના આપી છે.
નુકસાનવાળા પથ્થર બદલી દેવાની સૂચના છે
પથ્થરમાં મેજર નુકસાન હોય તો બદલી જ દેવાનો હોય છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશન કે હેન્ડલિંગ દરમિયાન ક્યાંક નાનું મોટું નુકસાન થયું હોય તો ફિનિશિંગ સાથે રિપેર કરી દેવામાં આવે છે. આમ છતાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની ટીમને રૂબરૂ નિરીક્ષણ માટે મોકલી જરૂરી તપાસ અહેવાલ માગ્યો છે. બાંધકામમાં કંઈ પણ ચલાવી લેવામાં નહીં આવે. > એચ. આર. મોદી, અધિકારી, પવિત્રયાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #BahucharajiTemple #GrossnegligenceinBahucharajiTempleconstruction #BahucharajiTemplewasgivenbrokenstones #Bahucharaji



