એએમએ દ્રારા ‘કર્મયોગ’ વિષય પર પ્રખ્યાત કેળવણીકાર અને આધ્યાત્મિક ગુરુ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્રારા સંબોધિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું.
પથિક લીંબાચીયા, અમદાવાદ:
12 સપ્ટેમ્બર 2026:
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ૭૦ એએમએઝિંગ વર્ષોની ઉજવણીના ભાગરૂપે ‘કર્મયોગ’ વિષય પર પ્રખ્યાત કેળવણીકાર અને આધ્યાત્મિક ગુરુ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્રારા સંબોધિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિતના પ્રારંભિક વક્તવ્યથી થઈ હતી.

એએમએના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આધારિત ‘કર્મયોગ’ પરના સિધ્ધાંતોમાંથી પ્રેરણા આપતા, ભાઈશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાચી પૂજા નિઃસ્વાર્થ કર્મ (કર્મ હી પૂજા)માં રહેલી છે. ભાઈશ્રીએ જણાવ્યું હતું કે કર્મ એ જીવનનો એક અનિવાર્ય નિયમ છે, પરંતુ પરિણામની આસક્તિ વગર પોતાની ફરજો બજાવવાથી સામાન્ય કાર્ય પણ આધ્યાત્મિક સમર્પણમાં પરિણમે છે.
દૈનિક જવાબદારીઓને ધર્મ, હેતુની પવિત્રતા અને માનવસેવા સાથે જોડીને વ્યક્તિ માનસિક તણાવ અને અહંકારથી મુક્ત થઈ શકે છે. ભાઈશ્રીએ ઉપસ્થિત લોકોને કાર્યને બોજ તરીકે નહીં, પરંતુ આંતરિક શાંતિ, ચરિત્ર નિર્માણ અને મુક્તિના માર્ગ તરીકે જોવાનું માર્ગદર્શન આપ્યું હતું. મેઘમણી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા અમદાવાદ સ્થિત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નટુભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AMA #AhmedabadManagementAssociation #KarmaYoga #SpiritualGuruBhaiShriRameshBhaiOjha



