- ૭૯ પુરૃષ અને ૨૦ મહિલા ઉમેદવારો મેદાનમાં, બે ઉમેદવારોના ફોર્મ રદ, બે જણાંએ પાછા ખેંચ્યા
- બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ, ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના મોટા માથાઓ મેદાનમાં
પથિક લીંબાચિયા, અમદાવાદ:
14 ફેબ્રુઆરી 2026:
ગુજરાત બાર કાઉન્સીલની આગામી તા.૬ઠ્ઠી માર્ચ,૨૦૨૬ના રોજ યોજાનારી અત્યંત પ્રતિષ્ઠાભરી ચૂંટણીને લઇ આજે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી જંગમાં રહેલા ૯૯ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરી હતી. જેમાં ૭૯ પુરૃષ ઉમેદવારો અને ૨૦ મહિલા ઉમેદવારો વચ્ચે ભારે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાશે.

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં આ વખતપ્સૌપ્રથમવાર ૨૫ના બદલે ૨૩ સભ્યોની ચૂંટણી યોજાનાર છ.ે તો, સુપ્રીમકોર્ટના નિર્દેશ મુજબ, બાર કાઉન્સીલમાં ૩૦ ટકા મહિલા અનામત રાખવાની હોવાથી પાંચ બેઠકો મહિલાઓના ફાળે આવશે, જયારે બે બેઠકો કોઓપ્શનથી મહિલાઓની જ ભરાશે. આમ, પુરૃષ ઉમેદવારો માટે ચૂંટણી માટે માત્ર ૧૮ બેઠકો જ બચી છે, જેને લઇ આ વખતે પુરૃષ ઉમેદવારો વચ્ચે પણ ચૂંટણી જીતવા મરણિયો જંગ ખેલાશે.
આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલની ચૂંટણી અનુસંધાનમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણી, ફોર્મ પાછા ખેંચવાની તારીખના અંતે આજે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી જંગ માટે માન્ય રહેનારા ૯૯ ઉમેદવારોની આખરી ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી હતી. કુલ ૧૦૩ ઉમેદવારોએ ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા. જો કે, ચકાસણી દરમ્યાન સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર ઇલેકશન કમીટી દ્વારા આણંદના સી.કે.પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. તો, ગાંધીનગરના અજીતસિંહ ગોહિલનું ફોર્મ મુખ્ય ચૂંટણી અધિકારીએ રદ કર્યું હતું. જયારે વિજયસિંહ ઝાલા અને દર્શિત કામદારે પોતાના ફોર્મ પાછા ખેંચ્યા હતા. આ વખથની ચૂંટણીને લઇ ૧૫૦ જેમાં મતદાનમથકો નક્કી કરવામાં આવ્યા છે. જયાં ૪૦૦થી વધુ પોલીંગ ઓફિસરોને સુપરવીઝન સહિતની જવાબદારી સોંપાશે.
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદની કોર્ટો ખાતેની ચૂંટણી માટે ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતેની ગુજરાત કલબ ખાતનું વર્ષો જૂનું મતદાન મથક બદલીને ગુજરાત યુનિવર્સિટી ખાતે ફાળવાતાં તેની સીધી અસર વોટીંગ પર પડશે. ખાસ કરીને સિનિયર એડવોકેટસ, મહિલા વકીલો અને અશકત વૃધ્ધ વકીલોને દસથી બાર કિલોમીટર દૂર યુનિવર્સિટી સુધી મતદાન કરવા જવામાં ભારે હાલાકીનો ભોગ બનવુ પડશે. શહેરની તમામ કોર્ટો શહેરમાં અને નજીકના વિસ્તારમાં આવેલી છે, તેથી ગુજરાત કલબ ખાતેનું મતદાન મથક સૌથી ઉત્તમ વિકલ્પ છે અને તેથી ગુજરાત યુનિવર્સિટી ખાતેનું મતદાન મથક રદ કરી ગુજરાત કલબ ખાતેનું વર્ષો જૂનું મતદાન મથક ચાલુ રાખવી જોઇએ તેવી પણ વકીલઆલમ તરફથી મારી માંગણી છે. ચૂંટણી અધિકારી સહિતના સત્તાવાળાઓએ આ મામલે પુનઃ વિચાર કરી વેળાસર નિર્ણય કરવો જોઇએ.
પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં કયા મોટા માથાઓ પર નજર…??
(૧) જે.જે.પટેલ
(૨) અનિલ. સી.કેલ્લા
(૩) કરણસિંહ બી.વાઘેલા
(૪) કિરીટ બારોટ
(૫) દિલીપ પટેલ
(૬) મનોજ અનડકટ
(૭) ભરત ભગત
(૮) વંદના ભટ્ટ
(૯) વૈશાલી જાની
(૧૦) પ્રીતિ જોષી
(૧૧) શીતલ ઉપાધ્યાય
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratBarCouncilElectionsFinalListofCandidates #ElectionWar #GujaratBarCouncil #Elections #ahmedaba



