પથિક લીંબાચિયા, અમદાવાદ:
13 ફેબ્રુઆરી 2026:
GCCI, બિઝનેસ વુમન કમિટીએ તારીખ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ “જર્નલિંગ ફોર લીડરશીપ ક્લેરિટી” વિષય પરએક વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે અદિતિ શુક્લા ફોઝદાર, એડિટોરિયલ સ્ટ્રેટેજીસ્ટ ખાસ ઉપસ્થિતરહ્યા હતા. GCCIના માનદ મંત્રીશ્રી શ્રી સુધાંશુ મેહતાએ વર્કશોપમાં ઉપસ્થિત તમામ પ્રતિભાગીઓ અને માનનીય વક્તાનું સ્વાગત કર્યું અને પોતાના સંબોધનમાં નેતૃત્વમાં સ્પષ્ટતા મેળવવા માટે જર્નલિંગ ફોર લીડરશીપ ક્લેરિટી વર્કશોપના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે વકત્વય આપતા GCCI BWC ના ચેરપર્સન આશાબેન વઘાસિયાએ મુખ્ય વક્તા અદિતિ શુક્લા-ફોઝદાર નો તેઓની ઉપસ્થિતિ માટે ખુબ આભાર માન્યો હતો. તેઓએ જર્નલિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે જર્નલિંગ આપણને લાંબા સમય સુધી વસ્તુઓ યાદ રાખવામાં તો મદદ કરે જ છે પરંતુ સાથે સાથે વિવિધ પરિસ્થિતિને વધુ સારીરીતે સમજવામાં પણ મદદરૂપ થઇ પડે છે.

તેઓએ વૈશ્વિક ઇતિહાસના અનેક અગ્રગણ્ય નેતાઓની જર્નલ રાખવાનીપદ્ધતિનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ એક થેરાપી તરીકે તેમજ એડ-મેમરી તરીકે પણ જર્નલની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએજર્નલ રાખવા બાબત વિવિધ નામાંકિત વ્યક્તિઓના ઉદાહરણ પણ આપ્યા હતા. મિસ. સલોમી શાહએ વક્તાનું ઔપચારિક પરિચય રજૂ કરતાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિક ઉપલબ્ધિઓનેવિચારપૂર્વક ઉલ્લેખિત કર્યા હતા.
સત્ર દરમિયાન “સમસ્યા યોગ્ય રીતે રજૂ થાય તો તે અડધી ઉકેલાઈ જાય છે” આ વિચાર પર ભાર મૂકવામાં આવ્યો અને જર્નલિંગનેસ્પષ્ટતા વધારવા તથા Decision Fatigue ઘટાડવા માટેની અસરકારક ટેવ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. Ms. Aditi ShuklaFozdarએ જણાવ્યું કે નિયમિત જર્નલિંગ વર્ક–લાઇફ બેલેન્સ જાળવવામાં, આત્મજાગૃતિ વધારવામાં અને પોતાની શક્તિઓનોયોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ બને છે.
આજના ધ્યાન ભંગ કરનાર અને સામાજિક રીતે વધુ પ્રતિબદ્ધ પરિસ્થિતિમાં તેમણેવ્યક્તિગત Tension Map અને CORE ફ્રેમવર્ક — Critical, Other, Repeating, Emotional Residues — જેવાસાધનો દ્વારા વિચારો અને પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરવાની રીત સમજાવી હતી. તેમણે જર્નલિંગને નેતૃત્વ માટેના અસરકારક સાધનતરીકે વર્ણવ્યું, જે ખાનગી અને સંરચિત વિચાર માટે જગ્યા આપે છે. આ ટેવ આયોજન, પ્રાથમિકતા નક્કી કરવા, સમય સંચાલનતથા લોકો અને પરિણામોના સંચાલનમાં મદદરૂપ બની આંતરિક અને બાહ્ય બંને પ્રકારના નેતૃત્વ વિકાસને પ્રોત્સાહિત કરે છે.
બિઝનેસ વુમન કમિટીના મેમ્બર મિસ. મિતાલી શાહ દેસાઈએ દ્વારા આભારવિધિ પછી વર્કશોપનું સત્ર પૂર્ણ થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #gcci #GCCI-BusinessWomenCommitteeorganizedguided #Hands-onworkshoponJournalingforLeadershipClarity #GCCI #BusinessWomenCommittee #Hands-onworkshop
#journaling #Leadership



