પથિક લીંબાચિયા, અમદાવાદ:
07 ફેબ્રુઆરી 2026:
આ કાર્યક્રમની શ્રેણીમાં આજે અમદાવાદમાં અમદાવાદ રિજન અને ગાંધીનગર રિજન દ્વારા સંયુક્ત એમએસએમઈ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાર્યાલય તરફથી બેંકના મહાપ્રબંધક શ્રી સુહેલ અહમદ જી ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે અમદાવાદ અને ગાંધીનગર રિજન ના ગ્રાહકોને વિવિધ એમએસએમઈ યોજનાઓ હેઠળ રૂ. 350 કરોડથી વધુના ઋણોની મંજૂરી તથા સિદ્ધાંત આધારીત મંજૂરી આપવામાં આવી અને મંજૂરી પત્રો વિતરણ કરવામાં આવ્યા. આમાં લીડ જનરેશન, સિદ્ધાંત આધારીત મંજૂરી પત્રો વગેરેનો સમાવેશ થાય છે.

સાથે જ મહાપ્રબંધક શ્રી સુહેલ અહમદ જીએ અમદાવાદની વિવિધ એમએસએમઈ યુનિટોની મુલાકાત લઈ ગ્રાહકો સાથે મુલાકાત કરી. લેખમાં જણાવવામાં આવ્યું છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સમાજના વિવિધ વર્ગો માટે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સંબંધિત વિવિધ વ્યવસાયિક હેતુઓ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ અવસરે ગ્રાહકોએ બેંક દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો.
આ કાર્યક્રમમાં એમએસએમઈ ડીએફઓ કાર્યાલય તરફથી શ્રી ડી. ટી. સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સના ઉપાધ્યક્ષ શ્રી અપૂર્વ શાહ, તથા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના શ્રી જયદીપ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે બેંક દ્વારા સાયબર ઠગાઈ અને તેમાંથી બચવાના ઉપાયો, નાણાકીય જાગૃતિ સંબંધિત અભિયાન જેવી કે વિડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ વગેરે વિશે પણ ગ્રાહકોને માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં બેંક તરફથી ઝોનલ હેડ શ્રી સુનીલ કુમાર સરકાર, રિજનલ હેડ અમદાવાદ શ્રી ગૌરવ કુમાર જૈન અને રીજઓનલ હેડ ગાંધીનગર શ્રી ચંદન કુમાર ઝા જી ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #CentralBankofIndia #MSMECreditOutreach #MSMECreditCamp #GandhiNagar #ahmedaba



