- કેડીલા ફાર્મા દ્વારા રજુ કરવામાં આવેલી આ પ્રકૃતિ-પ્રેરિત સ્કીનકેર હર્બલ પ્રોડક્ટ, ત્વચાને ચમકદાર બનાવે છે, જેથી ત્વચા ફ્રેશ અને યુવાન લાગે છે
- કહાયા ક્રીમ સાથે, કેડિલા ફાર્માનો ઉદ્દેશ, શુદ્ધતા પર આધારિત અને વિજ્ઞાન દ્વારા સમર્થિત સાર્થક પરિણામો આપવા માટે રચવામાં આવેલી બેસ્ટ સ્કીનકેર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાનો છે
પથિક લીંબાચિયા, અમદાવાદ:
25 નવેમ્બર 2025:
ભારતની અગ્રણી રિસર્ચ આધારિત હેલ્થકેર કંપની, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે કહાયા ટર્મરિક ક્રીમના લોન્ચની જાહેરાત કરી છે. આ નવી રજૂઆત, કેડિલાના પ્રકૃતિ-પ્રેરિત વેલનેસ સોલ્યુશનના વધતા પોર્ટફોલિયોમાં એક નવો ઉમેરો છે. આ ક્રીમ સુરક્ષિત, નેચરલ અને અસરકારક સ્કીનકેરની વધતી માંગને પહોંચી વળવા માટે ડેવલપ કરવામાં આવી છે. તે ત્વચાની ડલનેસ, પિગમેન્ટેશન, ડાઘ, ફાઇન લાઇન્સ અને અનઈવન(અસમાન) કોમ્પ્લેક્શન જેવી સામાન્ય સમસ્યાઓને દૂર કરે છે.

આ ફોર્મુલેશનના મૂળમાં કર્ક્યુમા લોન્ગા (સ્ટાન્ડર્ડ હળદરનો અર્ક) છે. તે એક શક્તિશાળી કુદરતી ઘટક છે, જે સદીઓથી તેના ઉપચારાત્મક ફાયદાઓ માટે જાણીતું છે. તેના એન્ટી- ઈન્ફ્લેમેટરી(બળતરા વિરોધી), એન્ટીઑકિસડન્ટ અને ત્વચાને ચમકાવતા ગુણધર્મો માટે જાણીતી હળદર, ત્વચાની ચમક પાછી લાવવામાં અને તેને સ્વસ્થ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેના એક્ટિવ કમ્પાઉન્ડ, ત્વચામાં સરળતાથી શોષાય છે, પોષણ વધારે છે, ક્ષતિગ્રસ્ત ભાગોને આરામ આપે છે અને ઓવરઓલ ટેક્સચર અને ટોનને ઉત્તમ બનાવે છે.

ડિહાઇડ્રેટેડ, ડ્રાય, સ્કેલી(ચોપડી ધરાવતી) અને પર્યાવરણીય રીતે તણાવગ્રસ્ત ત્વચા માટે બનાવવામાં આવેલ, કહાયા ટર્મરિક ક્રીમનો નિરંતર ઉપયોગ કરવાથી ત્વચાના દેખાવમાં સુધારો થાય છે. આ ફોર્મ્યુલેશન કોમલ અને કુદરતી ઘટકોથી સમૃદ્ધ છે, જે ત્વચાને નુકસાન પહોંચાડતું નથી અને તેને રોજિંદા સ્કીનકેર માટે યોગ્ય પ્રોડક્ટ બનાવે છે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાજીવ આઈ. મોદીએ જણાવ્યું હતું કે, “કહાયા ટર્મરિક ક્રીમ, એ ફક્ત સ્કીનકેર પ્રોડક્ટ નથી, પરંતુ તે પ્રાચીન કુદરતી જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધનનું સુંદર સંયોજન છે. આજે ગ્રાહકો એ બાબતનું વધારે ધ્યાન રાખે છે કે, તેઓ તેમની ત્વચા ઉપર શું લગાવી રહ્યા છે. કહાયા સાથે, અમારો ઉદ્દેશ, શુદ્ધતા પર આધારિત અને વિજ્ઞાન દ્વારા સમર્થિત સાર્થક પરિણામો આપવા માટે રચવામાં આવેલી બેસ્ટ સ્કીનકેર પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાનો છે.”
કહાયા ટર્મરિક ક્રીમના મુખ્ય લાભ :
• તે ત્વચાને ચમકદાર બનાવે છે, જેથી ત્વચા ફ્રેશ, ચમકતી અને યુવાન લાગે છે
• ડાઘ હળવા કરે છે અને પિગમેન્ટેશન ઘટાડે છે, જેથી ત્વચા સુવાળી અને સાફ દેખાય છે
• રંગ સુધારે છે અને સ્કીન ટોનને એક-સમાન અને સંતુલિત રાખે છે
• ઝીણી રેખાઓ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે, યુવાન દેખાવ વધારે છે
• નેચરલ અને સ્કીન ફ્રેન્ડલી ઘટકોથી ભરપૂર આ ક્રીમ, સ્કીનની સલામત અને કોમલ સંભાળ સુનિશ્ચિત કરે છે
કહાયા ટર્મરિક ક્રીમનું લોન્ચિંગ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સના કુદરતી ઘટકોને વૈજ્ઞાનિક ફોર્મ્યુલેશનની કુશળતા સાથે જોડીને ઈનોવેશન પરના ફોકસને વધુ મજબૂત બનાવે છે. હાલના સમયમાં, જ્યારે ગ્રાહકોની પસંદગીઓ સ્વચ્છ, જાગરૂક અને સ્વસ્થ ઘટકો-આધારિત હેલ્થકેર તરફ વળી રહી છે, ત્યારે કહાયા ક્રીમ, એ વિશ્વસનીય, ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો સાથે બદલાતી અપેક્ષાઓ પૂરી કરવા માટે કેડિલા ફાર્માનું સમર્પણ દર્શાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #Nature-Powered Skincare #Radiance #Repair #YouthfulGlow #CadilaPharmaceuticalsUnveilsCahayaTurmericCream #CadilaPharmaceuticals #CahayaTurmericCream #Cadila #Cadilahealthcarecompanies #CadilaPharmaceuticalsLimited #ahmedaba



