એક કુટુંબ અને એક મોભીની લાગણીઓ સાથે હૃદયસ્પર્શી મુલાકાત.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
02 નવેમ્બર 2023:
તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના 1984ના ગુજરાતના પ્રથમ પૂર્વ સાંસદ શ્રી ડો.એ.કે.પટેલ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શુભેચ્છા મુલાકાત અમદાવાદની મુલાકાત દરમ્યાન થઇ હતી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી ડો.એ.કે.પટેલને મળીને તેમના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછ્યા હતાં. ચૂંટણી નજીક આવતાં આ મુલાકાતથી ભાજપનું રાજકારણ પણ ગરમાયું અને તર્ક વિતર્ક ઉઠવા પામ્યા હતાં.
ડો.એ.કે.પટેલ ગુજરાતમાં 1984માં મહેસાણાની સીટ પર ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસ લહેર વચ્ચે લોકસભામાં ચૂંટાયેલા એકમાત્ર સાંસદ હતાં. અને તેઓએ 1999માં કોંગ્રેસના ઉમેદવાર આત્મારામ પટેલને હરાવીને રાજકીય સન્યાસ લીધો હતો. અને હાલ તેઓ તેમના દીકરા સાથે અમદાવાદમાં નીવૃતિમય જીવન ગાળી રહ્યાં છે.
1984ના સમયે પૂરા ભારતમાંથી ભાજપની 2 સીટો હતી. તેમાં ગુજરાતના પ્રથમ લોકસભાના સાંસદ ડો.પટેલ બનેલા તેથી તેઓ અત્યારે એકમાત્ર લોકસભાના પૂર્વ સાંસદ સાથે કૌટુંબિક લાગણીઓ મુલાકાતના માધ્યમથી પરિવારના મોભી તરીકે તેમની અવિશ્વસનીય સફરની અને લાગણીઓ બિરદાવી હતી. આવી પ્રતિભાશાળી વ્યક્તિને મળીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અવિશ્વસનીય સમય જૂની વાતોને યાદ કરી પાર્ટીની ભાવનાઓ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.