નીતા લીંબાચિયા, અમદાવાદ.
15 ઓકટોબર 2023:
વર્ષમાં આવતી બે નવરાત્રિ દરમ્યાન વર્ષોથી માત્ર ગરમ પાણી પર રહી, માતાજીની ભક્તિ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે દેવી સ્વરૂપ માતાજીની સન્મુખ સાધનામાં લીન થઈ જતાં, કાળજાંની કોટડીમાં આધ્યાત્મિક અનુભૂતિના ડાકલાંના તાલમાં મગ્ન થઈ ગયા હશે ત્યારે ‘યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા’
સમક્ષ સમૃદ્ધિ, સત્તા કે ઐશ્વર્ય જેવું સ્વાર્થ સારું બીજું કંઈ જ નહીં પણ પરમાર્થ કાજે કૌવત, દૈવત નું સામર્થ્ય માંગ્યું છે. કારણકે, જે જન્મદાત્રી માં ના આશીર્વાદ અને આદ્યશક્તિ માં ની કૃપા થકી ભારત માં ની સેવા કરવાનું અવતાર કાર્ય સાંપડ્યું છે એને સુપેરે પાર પાડવું છે. ભારત માં ની સેવાની આ કઠીન જવાબદારી સારું ભેખ ધારણ કરનાર આ નરેન્દ્રની આધ્યાત્મિક ઊર્જાનો સ્ત્રોત એટલે ત્રણેય માં – જન્મ દાત્રી, આદ્યશક્તિ અને ભારત માં ને સમર્પિત માતૃ વંદના, માતૃ સાધના. “માડી મને દૈવત દેજે”
કવિ શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કાવ્ય સંગ્રહ ‘આંખ આ ધન્ય છે.’ Composed by Yogesh Gadhvi and Arvind vegda Singer : Arvind vegda Arvind Vegda Music : Amit Barot Special thanks to Janak Thakkar Deepak M Antani Cultural Cell BJP Gujarat
#bharatmirror #bharatmirror21 #news #arvindvegda #madimanedevvratdeje #ahmedabad