નીતા લીંબાચીયા
12 જાન્યુઆરી, 2023:
GCCI એ ” Franchise: A New Way” for Family Businesses & Brands પર સેમિનારનું આયોજન કર્યું હતું. સેમિનારનું આયોજન GCCIની ફૂડ એન્ડ ડેરી ટાસ્ક ફોર્સ, મહાજન સંકલન (લોકલ) ટાસ્ક ફોર્સ, ટ્રેડ કમિટી અને S.M.A.R.T કમિટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
શ્રી યોગેશ પરીખ, ઉપપ્રમુખ , GCCI એ સહભાગીઓનું સ્વાગત કર્યું હતું અને શ્રી અકીલ શાહ, ચેરમેન, ફૂડ એન્ડ ડેરી ટાસ્ક ફોર્સ, GCCI એ સેમિનારનો હેતુ જણાવ્યો હતો..
અગ્રણી ફ્રેન્ચાઇઝ સલાહકાર શ્રી ધીનલ બક્ષી, ફાઉન્ડર , ફ્રેન્ચાઇઝ ઇનસાઇડરે ફ્રેન્ચાઇઝીંગ દ્વારા વ્યવસાયને કેવી રીતે વિસ્તૃત કરવો અને વિવિધ પ્રકારના ફ્રેન્ચાઇઝ મોડ્યુલો જેમકે, ફ્રેન્ચાઇઝ માલિકીની ફ્રેન્ચાઇઝ સંચાલિત (FOFO), ફ્રેન્ચાઇઝની માલિકીની કંપની સંચાલિત (FOCO), કંપનીની માલિકીની ફ્રેન્ચાઇઝ સંચાલિત (COFO) અંગે પ્રેઝન્ટેશન દ્વારા ઊંડી સમજ આપી હતી.
સેમિનારમાં શ્રી કરણ દેસાઈ, મીઠાઈ એન્ડ મોર અને શ્રી હાર્દિક લુહાર, બાલિસ્તા ઈન્ટરનેશનલે તેમની સફળતાની વાતો જણાવી હતી. તેઓએ વ્યાપાર માટે ફ્રેન્ચાઈઝીંગ અને બહુવિધ આઉટલેટ્સ ધરાવીને અને વૈશ્વિક સ્તરે બજારની મોટી હાજરી અને ગ્રાહકોને સફળતાપૂર્વક ઝડપથી વિસ્તરણ કરવા માટે મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી.
ટ્રેડ કમિટીના કો -ચેરમેન શ્રી ચિંતન શેઠે આભાર વિધિ કરીને સેમિનાર સમાપ્ત કર્યો હતો.