નીતા લીંબાચીયા
07 જાન્યુઆરી, 2023:
WCI ગ્લોબલ ડાયલોગ સિરીઝ હેઠળ ‘ગ્લોબલ લીડરશીપ ઇન ક્લાઇમેટ એક્શન’ પર 2023 ની પ્રથમ મીટ અમદાવાદમાં યોજાઈ હતી.
માનનીય. શ્રી બેરી ગાર્ડિનર, સંસદ સભ્ય, યુકે એ અમદાવાદમાં આયોજિત થયેલ આ “વર્લ્ડ ક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ મીટ” માં ભાર મુક્યો હતો કે “આપણે સૌને એવા નેતૃત્વની જરૂર છે જે ઉર્જા પરિવર્તન ના પ્રશ્ન ના કેન્દ્ર માં સર્વ સમાનતા ના અભિગમ ને સ્થાન આપે”.
અમદાવાદ, ભારત, 6 જાન્યુઆરી, 2023: વર્લ્ડ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ (WCI) એ 2023 માં તેની ગ્લોબલ ડાયલોગ સિરીઝ હેઠળ ‘ગ્લોબલ લીડરશિપ ઇન ક્લાઇમેટ એક્શન’ પર પ્રથમ મીટનું આયોજન કર્યું હતું. બેરી ગાર્ડીનર એમપી, ક્લાઈમેટ પાર્લામેન્ટના ડાયરેક્ટર અને યુકે સરકારના ભૂતપૂર્વ શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ચેન્જ, વિશેષ અતિથિ તરીકે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) અને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) ના સહયોગથી ITC નર્મદા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
અન્ય વક્તાઓમાં H.E. મી. ફ્રેડી સ્વેન, ભારત ખાતે ડેનમાર્કના રાજદૂત; શ્રી એસ.જે. હૈદર IAS, ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ; શ્રી સમીર સિન્હા, ચેર ઈન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ; શ્રી પથિક પટવારી, પ્રમુખ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી; મહામહિમ ડૉ. કંદેહ યુમકેલ્લા, ભૂતપૂર્વ યુએન અંડર સેક્રેટરી જનરલ તેમજ સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ ના વિશેષ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
ક્લાઇમેટ એક્શન, ઇનોવેશન અને ફાઇનાન્સિંગ ધ ફ્યુચર
COP27 દ્વારા આગામી વર્ષ માટે દિશાસૂચન ના આધારે, આ પ્રસંગે પર્યાવરણ અંગે એક્શન પરત્વે રહેલી અનેકવિધ નેતૃત્વની તકો તેમજ વિકાસશીલ રાષ્ટ્રો કેવી રીતે ગ્લોબલ વાર્મિંગને 1.5-ડિગ્રી સેલ્સિયસ દ્વારા મર્યાદિત કરવાના પેરિસ ક્લાઈમેટ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આગેવાની લઈ શકે છે તે વિશે ચર્ચા થઇ હતી. આ ઈવેન્ટમાં ક્લાઈમેટ એક્શનમાં નેતૃત્વ, ક્લાઈમેટ સ્પેસમાં ઇનોવેશન, ગ્રીન ઈન્ડસ્ટ્રીઝના ભાવિ માટે નાણાકીય ધિરાણ અને પર્યાવરણ ક્રાંતિને વેગ આપવા અંગે વ્યાપક વાર્તાલાપ થયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #worldclimateinstitutemeet #gcci #ahmedabad