નીતા લીંબાચીયા
05 જાન્યુઆરી, 2023:
હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી દેશમાં વધતા જતાં સાયબર ક્રાઇમ અંગેના અપરાધો સામે રક્ષણ મેળવવા તેમજ સાયબર અંગેની ગુનાખોરી ડામવા તેમજ તેની સામે રક્ષણ મેળવવા સારૂ દેસમાં વસતા દરેક નાગરિક ને સાયબર ક્રાઇમ અંગેની સમજ મળે તેમજ દરેક નાગરિક સાયબર ક્રાઇમ સામે પોતાનું રક્ષણ મેળવી સકે તે હેતુથી ગૃહ વિભાગ ગુજરાત સરકાર તેમજ ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા હેતુથી મહિનાના પ્રથમ બુધવાર ને “સાયબર જાગૃતા દિવસ” તરીકે ઉજવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો.
જે અંતર્ગત મહે. પો.મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ નાઓની આજ્ઞાનુસાર દરેક જિલ્લા ખાતે સાયબર ગૂરૂ વોલંટીયર નાઓ દ્વારા ફાળવવામાં આવેલ શાળાઓ ખાતે જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓ સાથે રાખી અવેરનેસ પ્રોગ્રામ કરવા અંગે સુચનાઓ આપવામાં આવેલ હોય પોલીસ મહાનીરીક્ષકશ્રી અમદાવાદ રેન્જ નાઓની આજ્ઞાનુસાર પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ નળસરોવર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ શ્રી આર.એમ.એસ.એ માધ્ય્મમિક શાળા તેમજ ધોળકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મન્સુરી એમ.આઇ.કુપ્પીવાલા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે “સાયબર જાગૃતતા દિવસ” અંતર્ગત અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જે કાર્યક્રમમાં અમદાવાદ વિભાગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ શ્રી કે.કે.પટેલ તેમજ અન્ય કર્મચરી તેમજ લોકલ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ કર્મચારીઓ હાજર રહેલ હતાં તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સાયબર વોલંટીયર/પ્રમોટર વિશાલકુમાર ભરતભાઇ શાહ (ટી.આર.બી) નાઓ દ્વારા શાળાના બાળકો તેમજ શિક્ષકમિત્રોને સાયબર ક્રાઇમ વિશે વિસ્તારમાં સમજણ આપવામાં આવી તેમજ સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ વિશે સમજણ આપવામાં આવી.
#bharatmirror #bharatmirror21 #news #cycyberawareness #ahmedabad