અમદાવાદ રેડક્રોસનાં ઉપક્રમે “ચેમ્પિયન શેરદીલ્સ”
નીતા લીંબાચીયા
03 જાન્યુઆરી, 2023:
કર્ટેન રેઝર મીડિયા કોન્ફરન્સમાં પ્રસ્તુત કરાયેલી અમદાવાદની અનોખી સિધ્ધિઓની કેટલીક લાક્ષણિક વાતો
તા. ૪થી જાન્યુઆરી ૨૦૨૩નાં રોજ “ચેમ્પિયન શેરદીલ્સ”નાં ગૌરવવંતા સમારોહની વિગતો મીડિયા કોન્ફરન્સમાં રજૂ કરતાં રેડક્રોસનાં ચેરમેન એમેરિટસ તેમજ સેન્ચ્યુરીયન બ્લડ ડોનર ક્લબનાં સ્થાપક શ્રી મૂકેશ પટેલે જણાવ્યું હતું કે …
• ૧૯૬૩થી અમદાવાદમાં શરુ કરાયેલી રક્તદાન પ્રવૃત્તિનાં ૬૦ વર્ષની ઉજવણી કરાઈ રહ્યી છે ત્યારે અમદાવાદના રક્તદાતાઓની આગવી સિધ્ધિઓનું સન્માન “ચેમ્પિયન શેરદીલ્સ”નાં કાર્યક્રમમાં કરાશે.
• સમગ્ર વિશ્વમાં ૧૨૧ શતકવીર રક્તદાતાઓ સાથે અમદાવાદ મોખરાનું સ્થાન ધરાવે છે.
• વસ્તીના પ્રમાણમાં રક્તદાતાઓની ટકાવારીમાં ૩.૮% (Blood Donors to Population Ratio) સાથે અમદાવાદ વિશ્વનાં ૧.૫%નાં પ્રમાણના અઢીગણા તેમજ ભારતના ૦.૯%નાં પ્રમાણમાં ચારગણાથી વધુ છે.
• ૬૦ વર્ષમાં અમદાવાદે ૫૬.૬૫ લાખ રક્ત યુનિટ એકત્રિત કર્યા છે.
• અખંડ રક્તદાનનું અમદાવાદ અનોખુ ગૌરવ લઇ શકે છે કારણકે દર બે મિનિટ ચોવીસ સેકન્ડે એક અમદાવાદી રક્તદાન કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #ahmedabadredcross #blooddonors #ahmedabad