નીતા લીંબાચીયા, અમદાવાદ
07 જૂન 2022:
નીમેષભાઈ પટેલ ની BUILDER ASSOCIATION OF INDIA નાં National President ના સન્માન સમારંભમાં ચીફગેસ્ટ તરીકે માનનીય ડૉ.ભારતીબેન સીયાળ – સાંસદસભ્ય તથા નેશનલ વાઈસ પ્રેસીડેન્ટ ભારતીય જનતા પાર્ટી , માનનીય કનકમલ કટારા – સાંસદસભ્ય તથા વહીપ્ ભારતીય જનતા પાર્ટી લોક સભા, ગેસ્ટ ઓફ ઓનર એન.જી.પટેલ – પ્રેસીડેન્ટ કર્ણાવતી કલબ, બાબુભાઈ જે. પટેલ – પ્રેસીડેન્ટ ઉમીયાધામ ઉંઝા, ગગજીભાઈ સુતરીયા – પ્રમુખ સરદારધામ, સિધ્ધાર્થભાઈ પટેલ – EX પ્રેસીડન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી તથા EX MLA, ધનશ્યામભાઈ અમીન – ચેરમેન ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ યુનીયન તથા ચેરમેન – કો.ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડીયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થીત રહીને તેઓ એ નીમેષભાઈ પટેલને BUILDER ASSOCIATION OF INDIA નાં પ્રમુખ તરીકે નીમાયા તે બદલ શુભેચ્છા પાઠવેલ.
BUILDER ASSOCIATION OF INDIA નાં ભારતનાં તમામ રાજયો માંથી લગભગ આશરે પoo ડેલીગેટસ હાજર રહયાં હતા.
ભારત ના સ્વપ્નદ્રષ્ટા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે ના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તે વિકાસપથ પર આગેકુચ કરવા દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર , કન્સ્ટ્રકશન તેમજ એન્જીનીયરીંગ ક્ષેત્ર ના અભુતપુર્વ વિકાસ માટે BUILDER ASSOCIATION OF INDIA ના ૨૦૦ થી વધારે સેન્ટર નાં અંદાજીત ૧.૫૦,૦૦૦ સભ્યો. આ વિકાસકુચ ને પૂર્ણ કરવા માટે સંકલ્પબધ્ધ રહેશે. માનનીય ગૃહમંત્રી તથા સહકા૨ીતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ ધ્વારા દેશનાં નાગરીકો માટે કાયદો, વ્યવસ્થા તેમજ સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમજ આશરે ૬ લાખ ગામડાનાં આર્થીક રીતે પછાત રહેલી જનતા ને સમૃધ્ધ કરવાનું કાર્ય માટે સતત પ્રયત્નશીલ છે. તેમનુ આ કાર્ય વંદનીય છે. ગુજરાત રાજય નાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજય નાં વિકાસ માટે કટીબધ્ધ છે, જે પ્રશંસનીય છે . BUILDER ASSOCIATION OF INDIA ઈન્ફાસ્ટ્રક્ચર તેમજ કન્સ્ટ્રકશન ક્ષેત્ર નાં વિકાસ માટે સતત સહયોગ આપશે. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નીમીતે નીમેષભાઈ ડી.પટેલ ધ્વારા આશરે 1,000 છોડ રોપવાનો સંકલ્પ લેવામાં આવેલ છે. તેમજ દેશભર નાં તમામ સેન્ટર ને આ અંગે પ્રોત્સાહન આપવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #builderassociationofindia #nationaipresident #nimeshpatel #ahmedabad