નીતા લીંબાચીયા, અમદાવાદ
18 May 2022:
17મી મે, 2022 ના રોજ GCCI ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)- અમદાવાદના સહયોગથી ડૉ. રાધાકૃષ્ણન પિલ્લાઈ, લેખક- ચાણક્ય સિરીઝ બેસ્ટ સેલર્સ, જોશ ટોક્સ અને TEDx સ્પીકર દ્વારા ચાણક્ય અને આર્ટ ઑફ પેરેન્ટિંગ પર ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું.
જીસીસીઆઈના પ્રમુખ શ્રી હેમંત શાહે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન કરવાનો હેતુ ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પેરેન્ટિંગના વિચારોનું મંથન કરવાનો છે, જ્યાં બાળકો ઈન્ટરનેટનો સંપૂર્ણ ઍક્સેસ ધરાવે છે અને પ્રશ્નો પૂછતા હોય છે, તેમજ તર્ક પણ કરતા હોય છે.
શ્રી નિર્મમ ઝવેરી, ચેરમેન-યુથ કમિટીએ ડો. રાધાકૃષ્ણન પિલ્લાઈનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો
ડો.રાધાકૃષ્ણન પિલ્લાઈએ તેમના સંબોધનમાં આર્ટ ઓફ પેરેંટિંગ પર વિગતવાર રજૂઆત કરી હતી. તેમની રજૂઆતો ના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
- તમારા બાળકને નિર્ભય બનવાનું શીખવો
- બાળકને આશાવાદી અથવા નિરાશાવાદી બનવા માટે તૈયાર ન કરવું જોઈએ, પરંતુ વાસ્તવિક બનવા માટે તૈયાર કરવું જોઈએ
- તમે જે કરો છો અથવા ચર્ચા કરો છો તેમાં તમારા બાળકોને સામેલ કરો
- માતા-પિતાએ તેમના બાળકોને કીમતી વસ્તુઓ કરતાં મૂલ્યો શીખવવા જોઈએ
- પ્રથમ પાંચ વર્ષ તમારા બાળકને બિનશરતી પ્રેમ કરો, પછીના દસ વર્ષ તેને શિસ્ત આપો. સોળમા વર્ષથી તેની સાથે મિત્રની જેમ વર્તો.
- બાળકને નિષ્ફળતાઓ સ્વીકારતા શીખવો.