અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
30 એપ્રિલ 2022:
આતરસુંબા પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્મા અને રીનાબેન રાજેશ શર્મા અને તેમના પરિવારને છેલ્લા બે વર્ષથી પ્રતિસ્પર્ધી અને રાજકીય વિરોધિઓ તેમજ અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ લોકો દ્વારા તેમની વિરુદ્ધ થઈ રહેલ ષડયંત્રો, ફેલાવામાં આવતી અફવાઓ, હેરાનગતિ અને હુમલાઓ સંદર્ભે આજ રોજ ૠષિવંશી સમાજ સેવા સંધના સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલિયા સાહેબ તથા સમસ્ત ૠષિવંશી સમાજ સેવા સંધ ગુજરાતના સૌ વડીલો તેમજ સમસ્ત ગુજરાતના સમાજ બાંધવોના માર્ગદર્શન હેઠળ અમદાવાદના સામાજીક કાર્યકર અને હંમેશા સમાજ બાંધવોની તકલીફમાં ખભે ખભો મિલાવી રાત દિવસ સમાજ માટે જીવતા આપણાં વડીલ મુરબ્બી આગેવાન શ્રી રાજેન્દ્રપ્રસાદ શર્મા (અમદાવાદ) એ આતરસુંબા પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્મા અને રીનાબેન રાજેશભાઈ શર્માના પરિવારની રૂબરૂ મુલાકાત લઈ રાજેશભાઈ સાથે ષડયંત્રો રચી, રાજકીય કિન્નાખોરી રાખી અને અસામાજીક પ્રવૃત્તિઓ કરનાર તથા પ્રતિસ્પર્ધી સાથે મળી છેલ્લા બે વર્ષથી જે રીતે રાજેશભાઈ શર્માના પરિવાર સાથે થઈ રહેલ અન્યાય તેમના પરિવાર વિરુદ્ધ ફેલાવામાં આવતી અફવાઓની સાચી હકીકતો અને તેમની વિરુદ્ધ થતા ષડયંત્રો અને ષડયંત્રો માં સામેલ લોકો વિશેની વિગતવાર માહિતી મેળવી હતી..અને રાજેશભાઈ શર્માના પરિવાર સાથે સમસ્ત સમાજ બાંધવો હોવાની તેમજ જરૂરિયાત પ્રમાણે તમામ કાયદાકીય મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. રાજેશભાઈ શર્માના પરિવારને સાંન્તવના પાઠવી હતી.
આતરસુંબા પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્મા અને તેમનો પરિવાર છેલ્લા તેત્રીષ વર્ષથી જાહેર જીવનમાં સેવાકીય પ્રવૃતિઓમાં સહભાગી છે. તેઓ પાંચ પાંચ વખત આતરસુંબાના સરપંચ તરીકે ચૂટાયા છે. ગત ડીસે. મહિનાની સરપંચની ચૂટણીમાં અસામાજીક તત્વો, અને તેમના ગુનાહીત ઈતિહાસ ધરાવતા મળતિયાઓ દ્વારા સામ દામ દંડ ભેદ અને બે નંબરી રૂપિયા ખર્ચી અફવાઓ ફેલાલી રાજેશભાઈ શર્માને માત્ર દશ (10) મતથી ચૂંટણી હરાવી હતી. રાજેશભાઈને ચૂંટણી હરાવવા બે વર્ષ અગાઉથી ષડયંત્રો ચાલું થયા હતા. ચૂંટણી પછી પણ ષડયંત્રો રચી કેટલાક અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ તત્વો અને તેમના મળતિયાઓ દ્વારા રાજેશભાઈ અને તેમના પરિવાર ઉપર હુમલા શરૂ કરવામાં આવ્યા છે. તેમનું જાહેર જીવન ખતમ કરી નાખવા તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડવા અફવાઓના સહારો લઈ અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ લોકો, રાજકીય પ્રતિસ્પર્ધીઓ, હિતશત્રૂઓ, અસામાજીક પ્રવૃતિઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પીઠબળ પુરૂ પાડતા ભ્રષ્ટ કેટલાક અ અને ભ્રષ્ટ રાજકારણીઓ એક આખુ ષડયંત્ર રચી રાજેશભાઈ શર્મા અને તેમના પરિવાર ઉપર માનસિક ત્રાસ પહોંચાડી રહ્યા છે. હવે તો તેમની ઉપર શારિરીક હુમલાઓ પણ શરૂ થયા છે. રાજેશભાઈ અને તેમના પરિવારને ફસાવવા તેમની કારકિર્દી ખતમ કરવા તેમને બદનામ કરવા અને હુમલા પછી તો રાજેશભાઈનો જાન લેવા અને લેવડાવવા મથી રહેલ તમામ લોકો ઉપર સમસ્ત ગુજરાતના સમાજ બાંધવોએ એક જૂટ થઈ અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે.
સમસ્ત ગુજરાત અને ભારતદેશનો નાઈ વાળંદ સમાજ રાજેશભાઈ અને તેમના પરિવારની સાથે છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, રાજેશભાઈ શર્મા ખૂબ નાની વયથી અસામાજીક પ્રવૃતિઓ કરનાર અને તેમને પીઠબળ પૂરૂ પાડતા લોકો સામે છેલ્લા ધણાં વરષોથી લડત ચલાવી રહ્યા છે. જે અસામાજીક પ્રવૃત્તિઓ કરનાર અને તેમના મળતિયાઓને ગમતું નથી. રાજેશભાઈ શર્મા અને તેમનો પરિવાર સમગ્ર ખેડા જિલ્લા અને કપડવંજ તાલુકામાં તેમની સમાજ સેવા અને લોકસેવાની ઉમદા કામગીરી બદલ સમગ્ર ખેડા જિલ્લાની જનતાના દિલોમાં એક આગવું સ્થાન ધરાવે છે. રાજેશભાઈ શર્મા સમગ્ર ખેડા જિલ્લામાં એક આગવો જનાધાર ધરાવે છે. દરેક સમાજ માં તેઓ લોકપ્રિય છે. જે કેટલાક લોકોને ગમતું નથી. જેથી તેમને અને તેમના જનાધારને ખતમ કરવા કેટલાક અસામાજીક તત્વો, અસામાજીક પ્રવૃતિઓ કરનારા, તેમના મળતિયા, રાજકીય પ્રતિસ્પર્ધીઓ અને અસામાજીક પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ હીત ધરાવતા તમામ લોકો રાજેશભાઈ શર્માને ખતમ કરવા છેલ્લા ધણાં વર્ષોથી કામે લાગેલા છે. કામે લગાડવામાં આવેલા છે.
#bharatmirror #bharatmirror21 #news #atarsuba #rajeshbhaisharma #nayeesamaj #ahmedabad