અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
29 એપ્રિલ 2022
અમદાવાદ માં મંજૂબા નામનું રસોડું ચાલે છે. જે વિના મૂલ્યે લોકોને ઝૂંપડપટ્ટીમાં આમંત્રણ આપી ને જમાડે છે. જેથી કરી ને તેઓ સન્માન સાથે જમી શકે. સવારે બસો થી અઢીસો માણસ અને સાંજે ત્રણસો થી સાડા ત્રણસો માણસ નું અહીંયા જમવાનું બને છે. અને જમવાનું ગાડી માં લઇ ને દરેકને જગ્યા ઉપર ભરપેટ જમવાનું આપવામાં છે. અને દરેક વખતે અલગ અલગ વેરાયટીઝ ફૂલ પેટ જમવાનું અને સાથે સ્વીટ તો ખરી જ એમનો એક સ્લોગણ છે કે કોઈ પણ માણસ “ભૂખ્યું નાં સુવે”.
અમદાવાદના હરતાં ફરતાં મંજુબાનાં રસોડા દ્રારા 700 લોકોને એક દિવસ પહેલા ભોજન માટે નિમંત્રીત કરવામાં આવે છે. જેથી તેઓ તે દિવસે ઘરે ભોજન ના બનાવે અને ફૂડ ટ્રક આવે ત્યારે માનભેર ભોજન જમી શકે.
ફ્રીમાં જમાડનાર બિઝનેસમેન મયૂર કામદાર અને તેમનાં પત્ની પ્રણાલી કામદારનો એકજ મંત્ર છે કે કોઈ પણ માનવી ભૂખ્યું ના સુવે, ભૂખ્યાની આંતરડી ઠારવા નું ભગીરથ કાર્ય આ દંપત્તિએ આજે સાર્થક કરી બતાવ્યું છે. ભૂખ્યા જનની આંતરડી ઠારવા માટે રોજ આ દંપત્તિ તેમની વચ્ચે પહોંચે છે.
એક ઉમદા વિચાર સાથે મયૂર કામદાર અને તેમનાં પત્ની પ્રણાલી કામદારે મંજુબા ના જીવન તથા તેમને આપેલા સૂત્ર પરથી પ્રેરણા મેળવીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબો માટે ફૂડ ટ્રક શરૂ કરી છે, જેમાં રોજ સવાર-સાંજ 700 લોકોને વિનામૂલ્યે જમાડે છે.
નવાઈની વાત એ છે કે, આ મયૂર કામદારની કંપનીમાં રોજ 200 કર્મચારીઓનું ભોજન પણબને છે. અને આ કર્મચારીઓ સાથે જ અન્ય 700 લોકો માટે પણ ભોજન બનાવવામાં આવે છે.
મંજુબા જીવ્યા ત્યાં સુધી ભૂખ્યાને જમાડ્યા મહત્વનું છે કે, એન્જિનિયરિંગ કંપની ચલાવતા મયૂર કામદારનાં માતાનું વર્ષ 2008માં અવસાન થઈ ગયું, પરંતુ માતા મંજુબા જીવ્યાં ત્યાં સુધી પોતે રોજ ગાડીમાં જઈને રસ્તામાં દેખાતા ગરીબ અને જરૂરિયાતમંદોને જમવાનું આપતાં હતાં. મંજુબા કહેતા કે કોઈ ભૂખ્યું ના સૂવે, આ સૂત્રને લઈને તેઓ રોજ અનેક લોકોને જમવાનું આપતાં હતાં. મંજુબાના અવસાન બાદ તેમનાં દીકરા તથા પુત્રવધૂએ મંજુબાના કાર્યને આગળ ધપાવ્યું.
મંજુબા નું રસોડું’ જેની શરૂઆત કરી એ પણ વિનામૂલ્યે જમાડવાની ભોજન માટે તમારે ભીખ માંગવા ની જરૂર નથી સન્માન સાથે ભોજન કરી શકો છો તે અહેસાસ કરાવવા ટીમ બનાવી માઇક અને પત્રિકા છપાવી જે દિવસે જમાડવા જવાનું હોય તેના આગલા દિવસે જઈને જેતે જગ્યાએ એનાઉસમેન્ટ કરી જાણ કરવામાં આવે છે. અને પત્રિકા આપી આમંત્રણ આપવામાં આવે છે કે, કાલે આ સમયે અહીં આવી તમને વિનામૂલ્યે અને અનલિમિટેડ ગરમાગરમ સ્વાદિત ભોજન જમાડશું.
આ ફ્રુડ ટ્રક દ્વારા છેલ્લા છ મહિનાથી 1.25 લાખ લોકોની આંતરડી ઠારી છે. જે ખુબ જ સરાહનીય બાબત છે. આજની મોંઘવારીના જમાનામાં લોકો એક સમય ખાવાના ફાંફા હોય છે ત્યારે આ દંપતીએ લોકોને નિશુલ્ક જમાડીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોરોનાનો સમયગાળો હતો તે પહેલા આ કામદાર દંપતિ દરરોજ ફૂડ પેકેટ તૈયાર કરીને ગાડીમાં નીકળતા હતા અને રસ્તામાં જે કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ તેમને મળતાં તેમને આ ફુડ પેકેટ આપતા હતા.
નક્કી કરેલા સમયે ફૂડ ટ્રક પહોંચી જાય છે અને તેમાં પ્રણાલિ કામદાર ત્યાં રહીને જ લોકોનું સન્માન જળવાય તે રીતે તેમને જમવાનું પીરસે છે, તેમ જ બીજી કોઈ પણ વ્યક્તિ બીજી વખત જમવાનું લેવા આવે તેમને પણ જમાડે છે. આમ આ આખા પ્રોજેક્ટનું નામ મયુર કામદારના માતાના નામ ઉપરથી ‘મંજુબા નું રસોડું’ રાખવામાં આવ્યું છે.
આ કામદાર દંપતીની કંપનીમાં બીજા 200 લોકો નું જમવાનું પણ બનાવવામાં આવે છે, તેમ આ કંપનીમાં એકસાથે 900 લોકોનું જમવાનું બને છે.
હવે ખાસ મુદાની વાત ત્રણ જણ દ્રારા ફૂડ ચકાસ્યા બાદ ટ્રકમાં અનલોડ કરવામાં આવે છે. અને આ ફૂડ ટ્રક જે પણ વિસ્તારમાં લઇ જવાની હોય ત્યાં શિસ્તબધ્ધ લાઈનમાં રહીને લોકો જમવાનું મેળવે છે તથા ઘરે જઈને જમે છે.
મંજુબેનના રસોડામાં મોટાભાગે તે જ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે જે ગરીબ વ્યક્તિઓ પોતાની જાતે ખરીદીને જમી શકતા ન હોય, અને ત્યાં જમવાનો બગાડ ન થાય તેની માટે લિમિટેડ વાનગી અને અનલિમિટેડ ભોજન પીરસવામાં આવે છે, જયારે લોકોની સંખ્યા વધુ થઈ જાય છે અને જમવાનું બધું જ પૂરું થઈ જાય ત્યારે ત્યાં તાત્કાલિક બધી જ સામગ્રી લઈને બનાવવામાં આવે છે અને તેમને પીરસવામાં આવે છે.
પ્રણાલી કામદારે જણાવ્યું હતું કે મારી સાસુ નો વારસો જાળવ્યો છે. હું મારા બિઝનેસમાંથી દરરોજ સવારે અને સાંજે બે કલાક રસોડા માટે ફાળવું છું.
આ દંપતીએ જરૂરિયાત મંદ લોકોને જમાડવા માટે એક એપ્લિકેશન બનાવી છે, જેમાં જે તે વિસ્તારમાં રહેતા વૃદ્ધો તથા બહાર ન નીકળી શકનાર લોકો રજિસ્ટ્રેશન કરાવે તો તેમના ઘરે દરરોજ જઈને ભોજન પીરસવામાં આવે છે. આવું છે, મંજુબાનું ભુખ્યાઓને સન્માન સાથે જમાડતું રસોડું.
#bharatmirror #bharatmirror21 #news #manjubanurasodu #pranalikamdar #mayurkamdar #ahmedabad