અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
27 એપ્રિલ 2022:
GCCI એ એક ઇન્ટરેક્ટિવ અને અર્થપૂર્ણ બિઝનેસ મીટિંગ થાઈલેન્ડના પ્રતિનિધિમંડળ સાથે કરી હતી.
થાઈલેન્ડ ની એમ્બેસી, નવી દિલ્હી અને કૉન્સ્યુલેટ, મુંબઈ ની ઑફિસોમાંથી પ્રતિનિધિ મંડળ આવેલ.
એક જ દેશના રાજદૂત અને કોન્સ્યુલ જનરલ બંને એક જ સમયે હોય તે દુર્લભ છે. આજે આપણે ભારતમાં રોયલ થાઈ એમ્બેસીના સુશ્રી પટ્ટારત હોન્ટોંગ એમ્બેસેડર અને મુંબઈ કાર્યાલયમાંથી કોન્સ્યુલ જનરલ શ્રી ડોનાવિટ પુલસાવત આવેલ હતા.
બેઠકની શરૂઆત GCCI ના શ્રી હેમંત શાહ, પ્રમુખ અને ગુજરાતમાં તેમનું સ્વાગત કરીને કરી હતી.
શ્રી હેમંત શાહ અને સુશ્રી પટ્ટરત હોન્ટોંગ, બંનેએ દ્વિપક્ષીય વેપારના સંદર્ભમાં એકબીજાના દેશો વિશે ધધાંકીય માહિતીની આપ-લે કરી. જીસીસીઆઈ ના પ્રમુખે થાઈલેન્ડના પ્રતિનિધિમંડળને ગુજરાતના મુખ્યત્વ વ્યાપાર ના તક વિશે માહિતી આપી હતી.
કોન્સ્યુલ જનરલના સેકન્ડ સેક્રેટરી શ્રી ચાયનીને થાઈલેન્ડ ફોર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. કોન્સ્યુલ જનરલ શ્રી ડોનાવિટ પુલસાવતે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં 38 થાઈ કંપનીઓ છે અને ગુજરાતમાં ત્રણ થાઈ કંપનીઓ છે. બીજી તરફ, થાઈલેન્ડમાં લગભગ 50 ભારતીય કંપનીઓ છે.
થાઈલેન્ડના રાજદૂતે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાત એટલા માટે આવ્યા છે કે, તેઓ શ્રેષ્ઠ વેપાર કરી શકે અને તે હેતુથી તેઓનું સૂત્ર છે, “મેક ઈન થાઈલેન્ડ, ભારતીયો દ્વારા, ભારતીયો માટે.”
શ્રી પુલસાવતે જણાવ્યું હતું કે થાઈલેન્ડથી વધુ નિકાસ માટે થાઈલેન્ડે ફોરેન ટ્રેડ પોલિસીનું પુનઃનિર્માણ અને પુનઃવિકાસ કર્યું છે. તેમની પાસે પટાયા નજીક વિકસિત ઔદ્યોગિક ક્ષેત્ર છે.
જીસીસીઆઈના ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી અનિલ જૈને થાઈ ડેલીગેશનને વિવિધ ઈન્ટરનેશનલ એક્સ્પો અને ટ્રેડ ફેર માટે તેમના બિઝનેસ ડેલિગેશનને ગુજરાતમાં લાવવા આમંત્રણ આપ્યું હતું.
GCCI ના માનદ સચિવ શ્રી સચિન પટેલે થાઈલેન્ડની શ્રમ અને વીજળીની ઉપલબ્ધતા જેવા સરળ વ્યવસાય કરવાની સગવડતા માટે પૂછ્યું હતું.
શ્રી હેમંત શાહ, પ્રમુખ- GCCI એ ગુજરાતના મુખ્ય વ્યવસાય જેમકે, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા ફોકસ વિસ્તારો વિશે વધુ વિગતવાર જણાવ્યું. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, થાઈલેન્ડના રાજદૂત તેમની થાઈ સરકાર સાથે ગુજરાતમાં આ વ્યવસાયો માટે આગળ ગુજરાત સાથે કામ કરે.
આ એક અનોખી બેઠક હતી, જેમાં બંને દેશો દ્વારા ઘણી બધી વ્યાપારી તકો વિષે ચર્ચા કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #gcci #thailand #ahmedabad