આપણા કુળદેવી કુળદેવતા આપણાં થી નારાજ તો નથી ?
ચકાસો જન્મ કુંડળી સાથે અને જન્મ કુંડળી વિના !
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
26 એપ્રિલ 2022:
હિન્દૂ પરિવાર કોઈ ને કોઈ ઋષિ મુનિ ના વંશજો હોય છે, જેનાથી ગોત્ર ની ખબર પડી.ત્યાર બાદ કર્મ અનુસાર એમનું વિભાજન વર્ણ જાતિ માં થયું, જે તેઓ ની વિશિષ્ટતા માટે જાણીતા બન્યા અને પોતપોતાની જાતિ કે વર્ણ માટે કોઈને કોઈ કાર્યો કર્યા ,, અને આપણા પૂર્વજો એ તેઓ ની પૂજા વિધિ ચાલુ કરી જે’ કર’ તરીકે જાણીતી બની.
કુળદેવી કે દેવતા એ શક્તિ છે જેઓ એક સેતુ બનાવે છે, મનુષ્યો અને દેવતા ની વચ્ચે. આ આધ્યાત્મિક અને પારલૌકિક શક્તિઓ છે, જે આપણને નકારાત્મકતા અને આવવા વાળા સંકટો થી બચાવ કરે છે. કુળદેવતા ની ગતિ પૃથ્વી થી લઇ ને બ્રહ્માંડ સુધીની હોય છે.આજ દેવતા આપણાં દ્વારા થયેલ પૂજા આરાધના ને દેવતાઓ સુધી પહોંચાડે છે તથા’ કુળ’ ની રક્ષા પણ કરે છે.
સમય જતા કુટુંબ વિભક્ત થતા,ધર્મ પરિવર્તન થતા ,દેશ છોડીને દૂર વસી જતા, આકસ્મિક મૃત્યુ સામુહિક પરિવારો ના થતા ,આવા હજારો કારણો થી એવા કેટલાય હશે જેઓને તેમના કુળદેવી દેવતા વિષે ખબર પણ નહિ હોય. તો એમની પૂજા કેવી રીતે કરવી તે જાણતા હોતા નથી, અમુક લોકો પોતાને આધુનિક સમઝીને આવી બધી વાતો માં માનતા નથી.
શરુ શરુ માં તો ખબર નથી પડતી કે આ દેવતા ની અવગના કરી છે પરંતુ ધીરે ધીરે અમુક ઘટના એવી બનતી જાય છે ત્યારે કોઈ જ્યોતિષ કે ધર્મગુરુ ની પાસે જાઓ ત્યારે તેઓ કહે કે કૈક આવું બન્યું છે તમે કુળદેવતા ની પૂજા ભૂલી જાઓ છો ,,પછી શોધ ચાલુ થાય કે કોણ છે અમારા દેવતા !
પરિવાર માં માંગલિક કર્યો માં વિઘ્ન બાધા આવવા લાગે, અનાયાસ નુકસાન થવા લાગે,દેવું થઈ જાય,સંતાન હીનતા અથવા સંતાનો ખરાબ માર્ગે વળી જાય ,પોલીસ ,ડૉક્ટર,વકીલો ની જરૂર છાસવારે પાડવા લાગે,આબરૂ ઇઝ્ઝત નીલામ થાય ત્યારે સમઝવું કે આપણાં કુળદેવતા નારાજ છે કે રૂષ્ટ છે.
કુળદેવતા ના રૂષ્ટ થઈ જવાથી પિતૃ તથા દેવતા બંનેવ પણ રૂષ્ટ થઈ જાય છે.
શામાટે આવું થાય છે ?કેમ કે કુળદેવતા એ ઉર્જા છે જે આપણાં ઘર ની રક્ષા કરે છે ,આપણાં ઘર માં કોઈ બી નકારાત્મકતા આવે તો પહેલા તેઓ એમની સાથે લડાઈ કરે છે, આપણાં સુધી વાતો પહોંચવા બી દેતા નથી,જો આ રક્ષણ બંધ થઈ જાય તો આસુરી શક્તિઓ તેમનો પ્રભાવ બતાવવાનું શરુ કરી દે છે.આમની પૂજા માટે આ દેવતા અતિ સંવેદનશીલ હોય છે,વિશિષ્ટ સમયે વિશિષ્ટ પ્રસંગો એ વિવિધ રીતે આ દેવતા ની પૂજા હરેક જાતી પ્રમાણે અલગ અલગ થતી હોય છે. આ ઉપરાંત ઘર માં રોજ એમના નામ ના દીવો કે અગરબત્તી પણ થતા હોય છે.જેનાથી તેઓને શક્તિ મળતી હોય છે જો આપણે એમને યાદ નથી કરતા રોજ કે અવગણીએ તો તેઓની પણ શક્તિ ઓછી થઇ જાય છે અને તેઓ બાહરી આસુરી શક્તિઓ સાથે આપણાં માટે લડાઈ કરવામાં અક્ષમ થઈ જાય છે. તો આ વિશિષ્ટ પૂજન તથા રોજ યાદ કરવાથી તેઓ ને તાકાત આપવી જોઈએ.નાખબર હોય તો ઘર ના વૃદ્ધ લોકો ને પૂછી લેવું જોઈએ કે આપણાં કુળ માં કયા કયા ‘કર’ છે .આપણાં બાળકો ને પણ આ વાત થી વાકેફ કરવા જોઈએ.
#bharatmirror #bharatmirror21 #news #jyotish-sonalshukla #ahmedabad
.