અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
23 એપ્રિલ 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વુમન કમિટી દ્વારા તા. 22-04-2022ના રોજ “How to Grow Business with support of Government schemes” સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં પ્રાસંગિક ઉદ્દબોધન પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમના ઉપલક્ષમાં જાણકારી વુમન કમિટીના ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.
મુખ્ય વક્તા તરીકે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરના જોઈન્ટ કમિશ્નર શ્રી આર. ડી. બારહટ તથા નેશનલ સ્મોલ ઇન્સ્ટ્રીઝ કોર્પોરેશનના ડેપ્યુટી મેનેજર મિસ ગ્રેસ રેજી હાજર રહ્યા હતા. તેઓએ વુમન એન્ટ્રોપ્રિનયર્સ ને લાભકર્તા ગવર્નમેન્ટ સ્કીમ્સ વિસ્તૃત જાણકારી આપેલ હતી.
MSME ગ્લોબલ માર્ટ – B2B ગોલ્ડ મેમ્બરશીપ પોર્ટલ અને ૩૦ વિવિધ સ્કીમોની માહિતી આપી જેમાં એસેટ જનરેશન, એમ્પ્લોયમેન્ટ જનરેશન, માઇક્રો ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટ- અપ, પેટંટની અંદર સબસીડીની વિગતવાર માહિતી આપી હતી.