અશ્વિન લીંબાચિયા, અમદાવાદ.
તા.:૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨:
“ટાંકક્ષ સ્પેસ ડાન્સ સ્ટુડિયો” દેવ ઓરમ કોમ્પ્લેક્સ આનંદનગર રોડ પ્રહલાદનગર ખાતે આવેલ જેમાં આ વેલેન્ટાઈન ડે પર કપલો માટે ઝોયેબ ટાંક દ્વારા અનોખા “સેન્સ્યુઅલ બચાતા” (કપલ ડાન્સ) વર્કશોપનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઝોયેબ ટાંક મુંબઈના વતની છે, તે એક જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર છે.
જેમણે ડેઈલી સોપ્સમાં ઘણી ડાન્સ રૂટિન ડિસિંગ્સ કરી છે. તે ખાસ કરીને સેન્સ્યુઅલ બચાતા (કપલ ડાન્સ ફોર્મ)માં એક્સપર્ટ છે. તાજેતરમાં તેમણે અમદાવાદનો સૌથી સ્ટાઇલિશ (મલ્ટીનેશનલ) “ટાંકક્ષ સ્પેસ ડાન્સ સ્ટુડિયો” લોન્ચ કર્યો છે.તે આ વેલેન્ટાઈન ડે પર અમદાવાદના લોકોને એક મંત્રમુગ્ધ કરનાર અનુભવ આપવા માંગે છે,
તેથી આ વેલેન્ટાઈન ડે પર ટાંકક્ષ સ્પેસ ડાન્સ સ્ટુડિયોમાં કેટલીક સુપર રોમાંચક વસ્તુઓ થવા જઈ રહી છે. વર્કશોપમાં સેલિબ્રેશન દરમિયાન ઘણા યુવા મોડલ તેની સાથે પ્રેક્ટિસ કરશે.