ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખશ્રી મુકેશ પરીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક તાકીદનો પત્ર પાઠવી લાખો-કરોડો ગ્રાહકોના હિતમાં તેઓને તાત્કાલિક રાહત આપવા ઉગ્ર માંગણી કરી
એકબાજુ, નિર્દોષ નાગરિકો કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના મારથી ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે સરકાર મોંઘવારી નાથવામાં સરેઆમ નિષ્ફળ, પ્રજાનો વિશ્વાસ સરકાર પરથી ઉઠી જશે – ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખ
પેટ્રોલ-ડિઝલમાં લિટર દીઠ રૂ.35ની પડતર કિંમતની પ્રોડકટ રૂ.100ની ભાવસપાટી પર વેચાય તે અસહ્ય, ઉઘાડી લૂંટ અને પ્રજા સાથે છેતરપીંડી સમાન છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ આવરી લેવું જોઇએ અને દેશના લાખો ગ્રાહકોને તાત્કાલિક રાહત આપવી જોઇએ.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે અસહ્ય ભાવવધારા સામે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી – કેન્દ્ર સરકાર દ્વારા તાકીદે સુપ્રીમકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં ભાવો નક્કી કરવા માટે ભાવ નિર્ધારણ પંચ(રેઇટીંગ કમીશન)ની રચના કરાય તેવી ઉગ્ર માંગ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.13
પેટ્રોલ, ડિઝલ, રસોઇ ગેસ, દૂધ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓમાં સામાન્ય માણસની કમર તોડી નાંખે તેવી મોંઘવારીનો આંતકવાદ અને આર્થિક આંતકવાદ અમદાવાદ, ગુજરાત સહિત દેશના લાખો ગ્રાહકો-નાગરિકોને ભરખી રહ્યો છે ત્યારે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખશ્રી મુકેશ પરીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક તાકીદનો પત્ર પાઠવી લાખો-કરોડો ગ્રાહકોના હિતમાં તેઓને તાત્કાલિક રાહત આપવા ઉગ્ર માંગણી કરી છે. સાથે સાથે શ્રી મુકેશ પરીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ખાસ અનુરોધ પણ કર્યો છે કે, જો ગરીબ અને મધ્યમ વર્ગને તાત્કાલિક રાહત આપવા માટે સરકાર અસરકારક અને પરિણામલક્ષી પગલાં નહી ભરે તો પ્રજાનો વિશ્વાસ સરકાર પરથી ઉઠી જશે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખશ્રી મુકેશ પરીખે પેટ્રોલ-ડિઝલમાં રૂ.100ની સપાટી વટાવી દેવાની સાથે સાથે સીએજી, પીએનજી, એલપીજી, રસોઇ ગેસ, દૂધ સહિતની ચીજવસ્તુઓમાં થઇ રહેલા ભાવવધારાને આકરા શબ્દોમાં વખોડી કાઢયો હતો અને રાજય સરકાર અને કેન્દ્ર સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી કે, દેશના લાખો-કરોડો ગ્રાહકોના હિતમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા આગામી દિવસોમાં સરકારના આર્થિક આંતકવાદ સામે જોરદાર ઉગ્ર લડત આપવામાં આવશે. તેમણે સરકારના વલણને વખોડતા જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર મોંઘવારી અને ભાવવધારાને ડામવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઇ છે. પેટ્રોલ, ડિઝલ, સીએનજી, પીએનજી, એલપીજી અને રસોઇ ગેસના બાટલામાં બેફામ અને રાક્ષસી ભાવવધારાએ સામાન્ય પ્રજાની કમર તોડી નાંખી છે.
એકબાજુ, નાગરિકો કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના મારથી ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે બીજીબાજુ, પેટ્રોલ, ડિઝલ, સીએનજી, પીએનજી, એલપીજી અને રસોઇ ગેસના ભાવવધારાએ જનઆક્રોશ વધારવાનું કામ કર્યું છે, સરકાર મોંઘવારી નાથવામાં સરેઆમ નિષ્ફળ ગઇ છે. પેટ્રોલ, ડિઝલ અને સીએનજીમાં છાશવારે ઝીંકાતા ભાવવધારાને લઇ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે જણાવ્યું કે, આગામી દિવસોમાં ગ્રાહકોને આ ભાવવધારા સામે સંગઠિત કરી રોડ પર ઉતરી રેલી, ધરણાં અને સૂત્રોચ્ચારના જલદ કાર્યક્રમો આપી પ્રજાને જાગૃત કરવામાં આવશે અને સરકાર સામે જનાક્રોશ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
પેટ્રોલ, ડિઝલ અને સીએનજીમાં છાશવારે ઝીંકાતા ભાવવધારાને લઇ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે જણાવ્યું કે, આગામી દિવસોમાં ગ્રાહકોને આ ભાવવધારા સામે સંગઠિત કરી રોડ પર ઉતરી રેલી, ધરણાં અને સૂત્રોચ્ચારના જલદ કાર્યક્રમો આપી પ્રજાને જાગૃત કરવામાં આવશે અને સરકાર સામે જનાક્રોશ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમણે વધુમાં સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, પેટ્રોલ-ડિઝલમાં લિટર દીઠ રૂ.35ની પડતર કિંમતની પ્રોડકટ રૂ.100ની ભાવસપાટી પર વેચાય તે અસહ્ય, ઉઘાડી લૂંટ અને પ્રજા સાથે છેતરપીંડી સમાન છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ આવરી લેવું જોઇએ અને દેશના લાખો ગ્રાહકોને તાત્કાલિક રાહત આપવી જોઇએ. એક્સાઇઝ ડયુટી અને વેટના નામે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સામાન્ય જનતાને લૂંટી રહી છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે ભારપૂર્વક જણાવ્યું કે, અદાણી ગેસ લિ. અને ગુજરાત ગેસ દ્વારા છેલ્લા અઠવાડિયામાં સીએનજી, પીએનજી અને એલપીજીમાં ઝીંકાયેલો ભાવવધારો એ નફાખોરીની પરાકાષ્ઠા દર્શાવે છે અને છતાં રાજય સરકાર તેમ જ કેન્દ્ર સરકાર મૂકપ્રેક્ષક બનીને જોઇ રહી છે, તે બહુ આશ્ચર્ય અને આઘાતની વાત કહેવાય. વાસ્તવમાં ગ્રાહકોને સરકારની સાથે સાથે ખાનગી કંપનીઓ પણ લૂંટી રહી છે. કેન્દ્ર સરકારે દેશના તમામ રાજયોમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ સીએનજી, પીએનજી, એલપીજીના ભાવો નક્કી કરવા માટે તાત્કાલિક વીજ નિયમન પંચની જેમ એક અલગ પંચની જોગવાઇ કરવી જોઇએ.
ખાનગી કે સરકારી કંપનીઓ રાતોરાત મનસ્વી ભાવ નક્કી કરી શકે નહી અને આ પ્રકારે મન ફાવે ત્યારે ગમે તેટલો ભાવવધારો ઝીંકી શકે નહી તેવી આકરી જોગવાઇઓ લાદવી જોઇએ. એટલું જ નહી, ગ્રાહકોના પણ વાંધા, સૂચનો અને રજૂઆતો સાંભળી પ્રતિ બે વર્ષે ભાવ નક્કી કરવા જોઇએ. ખરેખર તો, કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં ભાવો નક્કી કરવા માટે ભાવ નિર્ધારણ પંચ(રેઇટીંગ કમીશન)ની રચના કરવી જોઇએ. આ સૂચિત પંચમાં વેપાર, ઉદ્યોગો તેમ જ ગ્રાહકોના પ્રતિનિધિઓ, તટસ્થ અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનો પણ સમાવેશ કરવો જોઇએ. જો સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવા તાત્કાલિક અસરકારક પગલાં નહી ભરે તો, આગામી દિવસોમાં રાજયવ્પાયી લડત અને આંદોલનનો માર્ગ અખત્યાર કરવાની ચીમકી પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે ઉચ્ચારી હતી.
#bharatmirror #bharatmirror21 #news