- સરકાર દ્વારા ડો.મેઘા અતીતની સ્વચ્છ પ્રતિભા, વહીવટી કુશળતા અને સારી કામગીરીને ધ્યાનમાં લઇને તેમને સરકારી ડેન્ટલ કોલેજના અધિક નિયામક વર્ગ-1નો હવાલો સોંપાયો
- રેસિડેન્ટ ડોકટરોની હડતાળથી લઇ અનેક વિવાદોમાં સપડાયેલ સરકારી ડેન્ટલ કોલેજના ડીન ડો.રૂપલ શાહને સેવામુકત કરાયા
અમદાવાદ: 22 ઓક્ટોબર 2026:
એશિયાની સૌથી મોટી એવી અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની હડતાળ, રેસિડેન્ટ ડોકટરોને રૂમોની ફાળવણી નહી કરવાથી લઇ તેમના સ્ટાઇપેન્ડની રકમ અટકાવવા સહિતના આક્ષેપો અને વિવાદમાં સપડાયેલ સરકારી ડેન્ટલ કોલેજના ડીન વર્ગ-૧ એવા ડો. રૃપલ શાહને આખરે રાજય સરકાર દ્વારા સેવામાંથી મુકત કરવામાં આવ્યા છે. સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડો.મેઘા અતીત(ગોસ્વામી)ને ઇન્ચાર્જ નાયબ નિયામક(તબીબી શિક્ષણ)ને અધિક નિયામક(ડેન્ટલ) વર્ગ-૧નો હવાલો સોંપવામાં આવ્યો છે.

રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આજે તાકીદના એક પરિપત્ર દ્વારા આ મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી હતી અને ડો.રૃપલ શાહને ડેન્ટલ કોલેજના ડીનની સેવામાંથી મુકત કરી ડો. મેઘા અતીત (ગોસ્વામી)ને અધિક નિયામક(ડેન્ટલ) વર્ગ-૧નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. સરકારે ડો.મેઘા અતીત(ગોસ્વામી)ની સ્વચ્છ પ્રતિભા અને તેમની સારી કામગીરીને ધ્યાનમાં લઇને આ નિર્ણય લીધો હતો અને તાત્કાલિક અસરથી આ નવા નિર્ણયની અમલવારી કરવા પણ પરિપત્રમાં સ્પષ્ટ તાકીદ કરી હતી. બીજીબાજુ, સરકારના આ નિર્ણયને પગલે ડેન્ટલ કોલેજના વર્તુળમાં ખાસ કરીને રેસિડેન્ટ ડોકટરો સહિતના સ્ટાફ-કર્મચારીઓમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી.
ઉલ્લેખનીય છે કે, ડો. મેઘા અતીત (ગોસ્વામી) ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ નાયબ નિયામક (તબીબી અને શિક્ષણ ) તરીકે કાર્યરત સરકારી અધિકારી અને તબીબી પ્રોફેશનલ છે. તેઓ ગુજરાત સરકારના કમિશનરેટ ઓફ હેલ્થ, મેડિકલ સર્વિસીસ એન્ડ મેડિકલ એજયુકેશન વિભાગમાં સેવા આપી રહ્યા છે અને તેઓ ગુજરાત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, તબીબી શિક્ષણનું સંચાલન, સંશોધન પ્રવૃત્તિઓ અને મેડિકલ એડમિશન પ્રક્રિયા સાથે સંકળાયેલી વહીવટી અને શૈક્ષણિક કામગીરીઓ સંભાળી રહ્યા છે. તબીબી ક્ષેત્રે તેઓ ડેન્ટલ સર્જરી ક્ષેત્રે વિશેષજ્ઞાતા ધરાવે છે. તબીબી શિક્ષણ ઉપરાંત તેઓ સંશોધન કાર્યમાં પણ સક્રિય છે. તેમણે ઓર્થોડોન્ટિક્સ વિષય પર આધારિત વૈશ્વિક સ્તરે પ્રકાશિત તબીબી પુસ્તક માં સહ-લેખક તરીકે મહત્વનું યોગદાન આપેલું છે. ગુજરાતની તબીબી સંસ્થાઓના ઉત્થાન અને આરોગ્ય ક્ષેત્રે ભવિષ્યના ડોક્ટરોના શૈક્ષણિક માળખાને મજબૂત બનાવવામાં તેમની વહીવટી ભૂમિકા મહત્વની ગણાય છે. સરકારી નીતિઓ અને તબીબી કોલેજો વચ્ચેના સંકલન સેતુ તરીકે કાર્યમાં તેમની ભૂમિકા બહુ મહત્ત્વની મનાઇ રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #StrikeByResidentDoctorsAtTheDentalHospitalInCivilHospita #SignificantAppointmentOfDrMeghaAtit(Goswami)AsAdditionalDirectorOfGovernmentDentalCollege



