પથિક લીંબાચીયા, અમદાવાદ:
12 સપ્ટેમ્બર 2026:
એએમએ દ્રારા “ભારતમાં ચૂંટણી સંચાલન – વિશ્વમાં સૌથી મોટી લોકશાહી” વિષય પર મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશ કુમાર દ્રારા સંબોધિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ૭૦ એએમએઝિંગ વર્ષોની ઉજવણીના ભાગરૂપે એએમએ કેમ્પસ ખાતે “ભારતમાં ચૂંટણી સંચાલન – વિશ્વમાં સૌથી મોટી લોકશાહી” વિષય પર મુખ્ય અતિથિ શ્રી જ્ઞાનેશ કુમાર, મુખ્ય ચૂંટણી કમિશ્નર દ્રારા સંબોધિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાનમાં સમગ્ર દેશમાં ચૂંટણી યોજવા માટે જરૂરી કાર્યાત્મક વિશાળતા, તેનું વ્યવસ્થાપન અને લોકશાહી સિધ્ધાંતો વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિતના પ્રારંભિક પ્રવચનથી થઈ હતી.
એએમએના પ્રેસિડેન્ટ અને હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી રાજીવ ગાંધીએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, “એએમએ નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે પબ્લિક મેનેજમેન્ટ અને સ્વ-શાસન સંબંધિત મહત્વપૂર્ણ વિષયો પર વિચારો, જ્ઞાન અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે.” એએમએના વાઇસ પ્રેસિડેન્ટ અને અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના સીઈઓ શ્રી મોહલ સારાભાઈએ આભારવિધિ કરી હતી. ૬૦૦થી વધુ સહભાગી આ કાર્યક્રમમાં જોડાયા હતાં.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AMA #ElectionsinIndia #Democracy #ElectionCommissionerShriGyaneshKumar #AhmedabadManagementAssociation



