- બોપલમાં 2 કલાક આશરે 6 ઇંચ વરસાદ ખાબક્યો કંઇ સોસાયટીઓ પાણીમાં ગરકાવ.
- અમદાવાદના તમામ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે.
પથિક લીંબાચીયા, અમદાવાદ:
23 જુલાઈ 2026:
બોપલમાં 2 કલાક આશરે 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો કંઇ સોસાયટીઓમાં ઢીંચણ સુધી પાણી ભરાયા, લોકોના ઘરોમાં પણ એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં કંઇ પરિવારો મુશ્કેલીઓમાં મુકાયા. બોપલની સ્ટર્લીંગ સીટી, શુભ બંગલો, દર્શન બંગલોઝ, સેક્ટર-એ અને આવીતો અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી રહી છે.

સંપૂર્ણ પાણીથી ભરાયેલા અમદાવાદ સાથે સાથે લોકોના બંગલાઓમાં પાણી ઘૂસી ગયા છે, કંઇ મંદિરોમાં પણ પાણીની ધૂસી ગયા છે. ક્યાંકતો ઘરોના ફર્નિચરો પણ પાણીમાં તબાહ થઈ ગયા છે. ઘર વખરી પાણીમાં તરતી દેખાઈ રહી છે.

બીજી તરફ રોડ પર જે રીતે આવા પાણીમાં પણ વાહનો પસાર થાય છે એને જોતા અમુક મકાનોના ઝાંપાઓ પણ તૂટી ગયા છે ઘરની અંદર ગંદકી ફેલાઈ ગઈ છે. ઘરમાં કેવી રીતે રહેવું એ મુશ્કેલ થઈ ગયું છે.

રોડ પાણી પાણીજ દેખાઈ રહ્યું છે. પાણીમાં વાહનો ડૂબીને બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદનો પ્રિ_મોન્સુન પ્લાન ફેલ થઈ ગયો છે, કરોડો રૂપિયાના પ્લાન પાણીમાં ડૂબી ગયા છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #BOPAL #BareMeghKhaga #Varsad #ahmedaba



