પથિક લીંબાચિયા, અમદાવાદ:
02 ડિસેમ્બર 2025:
GCCI Hospital & Medical Committee તથા Business Women Committee ના સહયોગથી 2જી ડિસેમ્બર, 2025ના રોજ Health Awareness Session અને BLS (Basic Life Support) Trainingનું આયોજન થયેલ હતું.

ડૉ. પાર્થ દેસાઈ, Hospital & Medical Committee ના ચેરમેને સ્વાગત પ્રવચનમાં સેમિનારના આયોજનમાં સહયોગ બદલ Hospital & Medical Committee, Business Women Committee તથા KD Hospital નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સેમિનારના વક્તાઓ ડૉ. આમિર સંઘવી અને ડૉ. વિવેક આંબાલિયાનો હાર્દિક સ્વાગત કરી આજના સ્પર્ધાત્મક યુગમાં શારીરિક તંદુરસ્તીની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મુક્યો હતો. ડૉ. પાર્થ દેસાઈએ જણાવ્યું હતું કે, બંને વિષયો- 1) દોડમાં ભાગ લેવા માટેની તૈયારી અંગેનું Health Awareness Session અને 2) Basic Life Support Training—સૌ ઉપસ્થિત સભ્યો માટે અત્યંત ઉપયોગી અને માહિતીસભર છે.

ડૉ. આમિર સંઘવીએ તેમના વક્તવ્યમાં દોડ માટેની તૈયારી અંગે મહત્વપૂર્ણ ટીપ્સ જણાવી હતી. તેમણે ધીમે ધીમે શરૂઆત કરવાની, 10% નિયમનું પાલન કરવાની, યોગ્ય રીતે વોર્મ-અપ કરવાની તથા યોગ્ય ટેકનિક અને યોગ્ય ફૂટવેર સાથે દોડવાની સલાહ આપી. સ્ટેમિના સલામતીપૂર્વક વધારવા માટે તેમણે ‘રન-વૉક’ પદ્ધતિ અપનાવવા તેમજ હાઇડ્રેશન, આરામ અને રિકવરીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, દોડવું આનંદદાયક હોવું જોઈએ અને તેને વ્યક્તિગત સફર તરીકે અપનાવવું જોઈએ.
ડૉ. વિવેક અંબાલિયાએ Basic Life Support (BLS) અંગે મહત્વપૂર્ણ માહિતી આપી, ખાસ કરીને હૃદયધડકન અથવા શ્વાસ બંધ થવાના પ્રસંગે CPR જીવ બચાવવામાં કેટલી અગત્યની છે તેના વિષે સમજાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કાર્ડિયાક અરેસ્ટ પછી માત્ર કેટલીક જ મિનિટોમાં brain damage થઈ શકે છે, તેથી તરત જ બાયસ્ટેન્ડર CPR આપવી અત્યંત જરૂરી છે. તેમણે DR’S C-A-B સ્ટેપ્સ—સેફ્ટી ચેક કરવી, પ્રતિસાદ તપાસવો, મદદ બોલાવવી, ચેસ્ટ કોમ્પ્રેશન આપવું, એરવે ખોલવો અને શ્વાસ આપવો—તેના વિશે વિસ્તૃતમાં સમજાવ્યું. તેમણે 100–120 કોમ્પ્રેશન પ્રતિ મિનિટ, 30:2 કોમ્પ્રેશન-થી-બ્રેથ રેશિયો અને AED નો વહેલો ઉપયોગ કરવાની મહત્વતા પર ભાર મૂક્યો. વધુ સ્પષ્ટતા માટે લાઇવ CPR ડેમો પણ આપવામાં આવ્યો. તેમણે અંતમાં યાદ અપાવ્યું કે વ્યક્તિને હોશ આવે અથવા તાત્કાલિક તબીબી મદદ પહોંચી જાય ત્યાં સુધી CPR સતત આપતા રહેવું જોઈએ.
સત્રના અંતે પ્રશ્નોત્તરી સત્ર રાખવામાં આવેલ હતું, ત્યારબાદ Hospital & Medical Committeeની કો-ચેરપર્સન શ્રીમતી શિલ્પા અગ્રવાલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમાં તેમણે વક્તાઓ, માનનીય મહેમાનો અને તમામ ઉપસ્થિત સભ્યોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આ સત્ર ખરેખર માહિતીસભર અને પ્રેરણાત્મક રહ્યું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #gcci #GCCI #Hospital&MedicalCommittee #BusinessWomenCommittee #HealthAwarenessSession #BasicLifeSupportTraining #BLST #LifeSupport #BLS #braindamage #cpr #KD-Hospital #ahmedaba



